Krushi Vishwa

અનાજ-ફળનું ઉત્પાદન વઘ્યું, મીઠાશ પણ વધી, ક્ષારીય જમીનમાં પણ મબલક ઉત્પાદન

By GS Team
23 Dec 20253 mins read
TukuTouch Logo
ગોકૃપા અમૃતમ્‌માં કામધેનુની શક્તિ રહેલી છે, જે ખેતરમાં ભળતાં જ સોના જેવું કામ કરે છે, જમીનનાં રક્ષણ સાથે પાકનું સંરક્ષણ અને પોષણ પણ કરે છે. ગોકૃપા અમૃતમ્‌ના ઉપયોગના પરિણામે દરિયાકાંઠાની ક્ષારીય જમીનમાં પણ બાજરી, મગફળી, તુવેર, મગ, મઠ, જવ, દૂધી ઉપરાંત અન્ય ઔષધીય પાકોમાં ખૂબ જ સુંદર પરિણામો મળ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનાજ-ફળનું ઉત્પાદન વઘ્યું, મીઠાશ પણ વધી, ક્ષારીય જમીનમાં પણ મબલક ઉત્પાદન

Agriculture News : એક સમય હતો કે જ્યારે મોટાભાગનાં પરિવારો દેશી ગાય, નંદી અને બળદોથી ખેતીમાં સમૃદ્ધ-સંપન્ન હતા. ગૌ આધારિત ખેતીનું પણ વિજ્ઞાન હતું, પરંતુ અનેક પ્રતિકૂળતાઓ અને સમયની સાથે આપણાં દેશી પશુઓ ભૂલાયા. જે એક સમયે આખા પરિવારની ઐશ્વર્ય-સંપત્તિ હતી, તે ક્ષીણ થતી ગઈ, પણ સમયનું ચક્ર ફર્યું છે અને ફરી પાછા આપણે તે જ કામધેનુના વિજ્ઞાનને પામવા સિવાય, માનવજાત પાસે બીજો કોઈ રસ્તો નથી. 

ઘણાં ખેડૂત ગાય આધારિત ખેતી કરતા હોવાં છતાં તેમાંનાં ઘણાં ખેડૂતો વિદેશી ગાય અને દેશી ગાય વચ્ચેનાં તફાવત, ગુણને સમજતા નથી કે દેશી ગાયનાં લાભથી પરિચિત હોતા નથી. દેશી ગાયનું પંચગવ્ય તેનાં ગુણોને કારણે સર્વોચ્ચ સ્થાને છે.

ગાય આધારિત ખેતીમાં આજે વિવિધ કુદરતી પ્રયોગો સાથે ખેડૂતો ખેતી કરતા થયા છે, ત્યારે અન્ય કુદરતી વિકલ્પો પણ ખુલ્યા છે, તેમાં એક પંચગવ્ય અને ઔષધિ આધારિત ગોકૃપા અમૃતમ્‌ પણ છે. તે એક ફાયદાકારક બેક્ટેરિયા કલ્ચર છે અને તેનાં ઉપયોગથી ખેતીમાં ખેડૂત અનેક લાભ મેળવી શકે છે. આનો પ્રયોગ કરીને અનેક ખેડૂતોએ તેમનાં પાકમાં વિશેષ ફાયદા પણ અનુભવ્યા છે.

ક્ષારયુક્ત જમીનમાં પણ ખેતી શક્ય બની : ગોકૃપા અમૃતમ્‌નું અકલ્પનીય પરિણામ ભાવનગરના હમીરભાઈને પણ મળ્યું. પરિણામ એવું કે, દરિયાની નજીક ક્ષારયુક્ત જમીનમાં પણ તેમની ખેતી શક્ય બની. તેઓ આ પ્રાકૃતિક ઔષધ ગોકૃપા અમૃતમ્‌ અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરે છે. 

હમીરભાઈએ દરિયાકાંઠાની ક્ષારીય જમીનમાં પણ બાજરી, મગફળી, તુવેર, મગ, મઠ, જવ, દૂધી વગેરે ઉપરાંત વિવિધ ઔષધીય પાકોમાં પણ ખૂબ જ સુંદર પરિણામો મેળવ્યાં છે. આ આશ્ચર્યજનક વાત છે, કારણ કે આજના સમયમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારું પાણી અંદર આવવાની ખૂબ મોટી સમસ્યા છે. તેના કારણે જમીન વધુ ક્ષારયુક્ત બને છે. 

આવી ક્ષારયુક્ત જમીનમાં ગોકૃપા અમૃતમ્‌ના ઉપયોગથી  ખેતીની જમીન પર યુરિયા અને અન્ય રસાયણોના પડ તૂટવા લાગે છે, અળસિયાની વૃદ્ધિને કારણે જમીન છીદ્રાળુ બનવાથી ભૂગર્ભ જળસ્તર વધવા લાગે છે. તેના કારણે દરિયાનાં ખારાં પાણીની અસર ઓછી થઈ જાય છે. અન્ય ખેડૂતોના અનુભવ મુજબ અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ક્ષારયુક્ત પાણીની સમસ્યાનો ઉકેલ પણ ગોકૃપા અમૃતમથી શક્ય બને છે.

ઘઉંના છોડની ઊંચાઈ અને દાણાના કદમાં નોંધપાત્ર વધારો : ગોકૃપા અમૃતમ્‌થી ફાયદો મેળવનારા ખેડૂતોમાંનાં જ એક ખેડૂત એટલે બોટાદના ધીરૂભાઈ પટેલ. તેઓ ખેતી સાથે પશુપાલન પણ કરે છે. શરૂઆતમાં તેઓ વિદેશી નસલની ગાય રાખતા હતા, પરંતુ દેશી ગાય અને તેની મહત્ત્વનો પરિચય થયા બાદ તેમણે દેશી ગાય પાળવાનું શરૂ કર્યું એટલું જ નહીં, ગાય આધારિત ગોકૃપા અમૃતમ્‌નો પ્રયોગ પણ તેમણે શરૂ કર્યો. ધીરૂભાઈએ ગોકૃપા અમૃતમ્‌નો ઉપયોગ બંસી ઘઉંનાં પાકમાં કર્યો, ત્યારે તેમને છોડની ઊંચાઈ અને દાણાના કદમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. 

સામાન્ય રીતે જ્યારે ઘઉં ઊંચાઈમાં વધે, ત્યારે છોડને વળી જવાની કે પડી જવાની સમસ્યા હોય છે, પરંતુ ધીરૂભાઈના ઘઉંની દાંડી ઊંચી હોવા છતાં પણ ખૂબ જ મજબૂત હતી અને તે વાંકી કે નીચે પડતી ન હતી. આમ, ગોકૃપાથી છોડનો સર્વાંગી વિકાસ થયો અને તેની ઊંચાઈ, દાણાનું કદ અને ગુણવત્તા તથા દાંડીની મજબૂતાઈ ત્રણેયમાં સુધારો થયો. 

બાજરીમાં પણ ગોકૃપા અમૃતમ્‌નો ઉપયોગ કર્યા પછી દરેક છોડમાં 15-20 શાખાઓ આવી અને ઉત્પાદન પણ વઘ્યું. જામફળમાં આ પ્રાકૃતિક ઔષધના કારણે ફળની સાઇઝ અને મીઠાશ અલગ જ આવતી હતી, પરિણામે તેની કિંમત પણ વધુ પ્રાપ્ત થઈ. ધીરૂભાઈ ગોકૃપા અમૃતમ્‌ વડે કમ્પોસ્ટ કરેલ છાણિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કરે છે. 

(સૌજન્ય : ગોપાલભાઈ 

સુતરિયાનું પુસ્તક ‘ગોસંસ્કૃતિ’)