વડતાલ ધામમાં હરિ જયંતી પર ઉજવાયો અનોખો ઉત્સવ: 200 કિલો ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો, દર્શન માટે હરિભક્તો ઉમટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadtal Swaminarayan Temple Dragon Fruit Utsav: સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ અને અક્ષરધામ તુલ્ય એવા ખેડા જિલ્લાના વડતાલ ધામ ખાતે હરિ જયંતીના પાવન પર્વ નિમિત્તે અનોખો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ શુભ દિવસે મંદિરમાં બિરાજમાન દેવોના રાજીપા અર્થે 200 કિલોગ્રામ ડ્રેગન ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મુંબઈના હરિભક્તોના યજમાનપદે યોજાયો ઉત્સવ
વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને રાજી કરવા માટે હરિભક્તો દ્વારા ઋતુ અનુસાર વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. હરિ જયંતીના શુભ દિને મુંબઈ સહિતના વિવિધ શહેરોના હરિભક્તોના યજમાનપદે 200 કિલો ડ્રેગન ફ્રૂટનો ઉત્સવ કોમી એકતા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.
સંતોના માર્ગદર્શન હેઠળ દિવ્ય આયોજન
આ સમગ્ર ઉત્સવના પ્રેરક ડૉ. સંત વલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી રહ્યા હતા, જ્યારે સમગ્ર ઉત્સવનું સફળ સંચાલન સહાયક કોઠારી ગુણસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્રેગન ફ્રૂટના આકર્ષક અન્નકૂટથી દેવોનો શણગાર સજાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને વડતાલ પહોંચેલા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.









