Kheda

ખેડાના નેસ ગામમાં મોડી રાત્રે મકાન ધરાશાયી, સાસુ-પુત્રવધૂનું મોત, બે બાળકીઓ સહિત ત્રણનો બચાવ

By GS Team
3 Aug 20261 min read
TukuTouch Logo
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામના વાળંદ ફળિયામાં મોડી રાત્રે એક મકાન અચાનક ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી સાસુ પૂનમબહેન વાળંદ અને પુત્રવધૂ સોહમબહેન વાળંદનું કરુણ મૃત્યુ થયું છે. જોકે, પરિવારના 3 સભ્યો, જેમાં 2 માસૂમ બાળકીઓનો પણ સમાવેશ થાય છે, તેમનો આબાદ બચાવ થયો છે. ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડાના નેસ ગામમાં મોડી રાત્રે મકાન ધરાશાયી, સાસુ-પુત્રવધૂનું  મોત, બે બાળકીઓ સહિત ત્રણનો બચાવ

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામના વાળંદ ફળિયામાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મકાન અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી પરિવારના સાસુ અને પુત્રવધૂનું નીપજ્યું છે, જ્યારે બે માસુમ બાળકીઓ સહિત પરિવારના ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો છે.

મળતી વિગતો અનુસાર, નેસ ગામના વાળંદ ફળિયામાં મોડી રાત્રે પરિવારના પાંચ સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ મકાનની દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. દીવાલનો ભારેખમ કાટમાળ ઊંઘી રહેલા પરિવારજનો પર પડતાં સાસુ પૂનમબહેન વાળંદ અને પુત્રવધૂ સોહમબહેન વાળંદનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. ઘટના સમયે ઘરમાં હાજર પરિવારના અન્ય સભ્ય પ્રવીણ તેમજ બે નાની બાળકી નિશા અને આરોહીનો બચાવ થયો હતો.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહમત ઉઠાવી કાટમાળ ખસેડીને તમામ પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકીઓ નિશા અને આરોહીને ત્વરિત સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર નેસ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.