Gujarat

જૂનાગઢ શહેર તથા જિલ્લામાંથી વધુ 34 વ્યક્તિના લેવાયા સેમ્પલ

By GS Team
28 Apr 20201 min read
This article was originally published on 28 Apr 2020
જૂનાગઢ શહેર તથા જિલ્લામાંથી વધુ 34 વ્યક્તિના લેવાયા સેમ્પલ

જૂનાગઢ, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર

જૂનાગઢ શહેર તથા જિલ્લામાંથી આજે વધુ ૩૪ વ્યક્તિના સેમ્પલલઈ લેબમાં મોકલાયા હતાં. હાલ સાત દર્દી આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. અત્યાર સુદીમાં કુલ લેવાયેલા ૪૧૮ માંતી ૩૮૪ સેમ્પલનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે.જયારે ૪૦ રિપોર્ટ પેન્ડીંગ છે.

જૂનાગઢ જિલ્લામાંતી ગઈકાલે છ સેમ્પલ લેવાયા હતાં. તેનો રિપોર્ટ પેન્ડીંગ છે. જયારે આજે જૂનાગઢ મનપા વિસ્તારમાંથી ૧૯, જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી બે વંથલીમાંથી એક, ભેંસાણ તથા વિસાવદરમાંથી બે - બે, માળીયાહાટીનામાંથી ચાર, મેંદરડા માંથી બે તથા કેશોદમાંથી બે સહિત ૧૪ મહિલા અને ૨૦ પુરૂષ મળી કુલ ૩૪ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ જણાતા તેઓના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતાં. આજે આઈસોલેશન વોર્ડમાં કુલ ૭ વ્યક્તિ દાખલ છે. 

જૂનાગઢ જિલ્લામાંતી અત્યાર સુધીમાં કુલ ૪૧૮ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૩૮૪ નો નેગેટીવ રિપોર્ટ આવી ગયો છે.જયારે ગઈકાલે લેવાયેલા છ તથા આજે લેવાયેલા ૩૪ મળી કુલ ૪૦ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે.