'વિસાવદરમાં નબળા સંગઠનને કારણે ભાજપ હાર્યું...', પૂર્વ મંત્રી કનુ ભાલાળાની કબૂલાત, ઈટાલિયા પર વળતો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh News : જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ મૌન તોડ્યું છે. તેમણે એક મહત્વપૂર્ણ નિવેદનમાં સ્વીકાર્યું છે કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નબળું છે. સંગઠનની નિષ્ક્રિયતા અને નબળાઈના કારણે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ તથા તેમના કાર્યકાળ દરમિયાન થયેલા ઐતિહાસિક વિકાસકામોને ભાજપનું સંગઠન પ્રજા સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ નિવડ્યું હતું, જેના કારણે વિસાવદરમાં પાર્ટીની હાર થઈ.
ગોપાલ ઈટાલિયા પર કનુભાઈ ભાલાળાના પ્રહાર
તાજેતરમાં સંકલન બેઠકમાં ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સરકાર પૂર્વ મંત્રીના કાલાવડ ગામમાં ગ્રામ પંચાયત પણ બનાવી શકતી નથી. તેના જવાબમાં કનુભાઈ ભાલાળાએ જણાવ્યું કે, કાલાવડ ગામમાં જૂની ગ્રામ પંચાયત, કોમ્યુનિટી હોલ, સરકારી ગોડાઉન અને આંબેડકર ભવન ઉપલબ્ધ છે. ચાર વર્ષ પહેલાં નવી પંચાયત મંજૂર થઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામ અટકેલું છે.
ઈટાલિયા પર સાધ્યું નિશાન
ઈટાલિયા પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, "છેલ્લા 14 વર્ષથી હું ધારાસભ્ય નથી. વર્તમાન ધારાસભ્ય તરીકે ગોપાલ ઈટાલિયાની જવાબદારી બને છે કે તેઓ અટકેલા કામો પૂર્ણ કરાવે. માત્ર સોશિયલ મીડિયામાં વાતો કરવાથી કે બહુરુપી જેવા ખેલ કરવાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી."









