Gujarat

વિસાવદરમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ વરસી ગયો

By GS Team
6 Aug 20192 mins read
This article was originally published on 6 Aug 2019
વિસાવદરમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ વરસી ગયો

જૂનાગઢ,તા.05 ઓગસ્ટ 2019, સોમવાર

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં થયો છે. સરેરાશ ૧૦૧૪ મી.મી. વરસાદ નક્કી થયેલો છે. તેની સામે વિસાવદરમાં અત્યાર સુધીમાં ૮૨૩ મી.મી. વરસાદ વરસી ગયો છે. જ્યારે મેંદરડા પંથકમાં સરેરાશ ૭૧ ટકા વરસાદ થઈ ગયો છે. જ્યારે માંગરોળમાં સૌથી ઓછો માત્ર ૩૮ ટકા જ વરસાદ થયો છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી મેઘાવી માહોલ છવાયો છે. અને ક્યાંક વધુ તો ક્યાંક ઝાંપટા સ્વરૂપે વરસાદ થાય છે. આ ચોમાસાની સિઝન દરમ્યાન અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં થયો છે. તંત્ર દ્વારા વિસાવદર તાલુકાનો સરેરાશ વરસાદ ૧૦૧૪ મી.મી. નક્કી કરવામાં આવ્યો છે. જેની સામે અત્યાર સુધીમાં ૮૨૩ મી.મી. વરસાદ વરસી ગયો છે. જે સરેરાશ વરસાદનો ૮૧ ટકા જેટલો છે. જ્યારે બીજા સ્થાને મેંદરડા તાલુકો, મેંદરડા તાલુકામાં ૭૧ ટકા થી વધુ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ તાલુકામાં હજુ સરેરાશ વરસાદનો ૫૦ ટકા વરસાદ પણ નથી વરસ્યો જિલ્લામાં સૌથી ઓછો વરસાદ માંગરોળમાં છે. અત્યાર સુધીમાં  માંગરોળમાં સરેરાશ માત્ર ૩૮.૨૧ ટકા જ વરસાદ થયો છે.

વિસાવદરપંથકમાં સૌથી વધુ વરસાદ થયો છે. પરંતુ તાલુકામાં આવેલા જળાશયોના સ્ત્રોત વિસ્તારમાં વરસાદ ન થતા જળાશય હજુ ખાલી છે. અને આ બાબતને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. 

તાલુકો

સરેરાશ

થયેલો

સરેરાશ

-

વરસાદ

વરસાદ

ટકાવારી

-

(મી.મી.)

(મી.મી.

-

કેશોદ

૮૪૦

૪૧૩

૪૯.૧૭

જૂનાગઢ

૯૪૧

૪૪૮

૪૭.૬૧

ભેંસાણ

૬૬૩

૪૦૮

૬૧.૫૪

મેંદરડા

૯૧૨

૬૫૪

૭૧.૭૧

માંગરોળ

૮૬૧

૩૨૯

૩૮.૨૧

માણાવદર

૭૯૦

૩૩૦

૪૧.૭૭

માળીયા હા.૯૬૮

૪૩૭

૪૫.૩૫

 

વંથલી

૮૯૫

૫૩૧

૫૯.૩૩

વિસાવદર

૧૦૧૪

૮૨૩

૮૧.૧

કુલ

૪૭૮.૧૦

૮૮૨.૫

૫૪.૨૫