Jamnagar

જામનગરના જામજોધપુરમાં 4 સ્થળે વરલી-મટકાના જુગારના દરોડા : ચાર શખ્સો ઝડપાયા, રોકડ સહિત કુલ રૂ.960નો મુદ્દામાલ કબજે

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
જામનગર: જામજોધપુર પોલીસે વરલી-મટકાના જુગાર સામે કાર્યવાહી કરી એક જ દિવસમાં 4 ગુના નોંધ્યા છે. પોલીસે પાટણ ગામના મુકેશભાઈ બારીયા, જામજોધપુરના રવિભાઈ ઝીંઝુવાડિયા, રજનીકાંત રાબડીયા અને દેવરાજભાઈ સુરેલાને રોકડ રકમ (કુલ રૂ. 960) અને જુગારની કાપલીઓ સાથે ઝડપી પાડ્યા હતા. ચારેય સામે જુગારધારા કલમ 12(અ) મુજબ ગુના નોંધવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના જામજોધપુરમાં 4 સ્થળે વરલી-મટકાના જુગારના દરોડા : ચાર શખ્સો ઝડપાયા, રોકડ સહિત કુલ રૂ.960નો મુદ્દામાલ કબજે

Jamnagar Gambling Raid : જામજોધપુર પોલીસે શહેર તથા આસપાસના વિસ્તારમાં વરલી-મટકાના જુગાર સામે કાર્યવાહી કરી એક જ દિવસમાં ચાર અલગ ગુના નોંધ્યા છે. પોલીસે ચાર શખ્સોને રોકડ રકમ અને જુગારની કાપલીઓ સાથે ઝડપી લીધા હતા.
પાટણ ગામના બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાંથી મુકેશભાઈ આંબાભાઈ બારીયા પાસેથી રૂ.120 રોકડા, વરલીના આંકડા લખેલી કાપલી અને બોલપેન મળી આવ્યા હતા. જામજોધપુર શહેરના ગાય સર્કલ નજીકથી રવિભાઈ ધીરૂભાઈ ઝીંઝુવાડિયાને પણ રૂ.120 રોકડા, કાપલી અને બોલપેન સાથે ઝડપી લેવાયા હતા.
પીપળેશ્વર મહાદેવ મંદિર સામેના જાહેર વિસ્તારમાંથી રજની કાંતીલાલ રાબડીયાને રૂ.120 રોકડા, કાપલી અને બોલપેન સાથે ઝડપી લેવાયા હતા. જ્યારે ગાય સર્કલના જાહેર રોડ પરથી દેવરાજભાઈ ગોવિંદભાઈ સુરેલાને રૂ.600 રોકડા, કાપલી અને બોલપેન સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ચારેય સામે જુગારધારા કલમ 12(અ) મુજબ ગુના નોંધવામાં આવ્યા છે.