Jamnagar

જામનગરમાં દારૂના નશામાં રિક્ષા હંકારી સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર સવાર બે યુવકોને ઇજા : રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દી-પ્લોટ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં રિક્ષાચાલક શક્તિ ઠાકેચાએ પુરઝડપે સ્કૂટરને ટક્કર મારી. આ અકસ્માતમાં સ્કૂટર સવાર રોહિતભાઈ અને રાહુલ રોડ પર પટકાયા હતા. રાહુલને હાથ-પગમાં ઈજા થઈ હતી અને મોબાઈલ તૂટી ગયો હતો. સિટી-એ પોલીસે રિક્ષાચાલક સામે કલમ 281, 125(એ), 185, અને 66(1)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દારૂના નશામાં રિક્ષા હંકારી સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર સવાર બે યુવકોને ઇજા : રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ

Jamnagar Accident : જામનગરના દી-પ્લોટ વિસ્તારમાં દારૂના નશામાં પુરઝડપે રિક્ષા હંકારી રહેલા ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં એક યુવકને હાથ અને પગમાં ઇજા થઈ હતી, જ્યારે મોબાઇલ ફોન પણ તૂટી ગયો હતો.
બનાવ અંગે શંકરટેકરી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા રોહિતભાઈ નાથાભાઈ ચાંડપા (ઉ.વ.20)એ ફરિયાદ નોંધાવી છે. તા.9 સપ્ટેમ્બરના રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં તેઓ મિત્ર રાહુલ સાથે જીજે-10-ઇકે-4639 નંબરના એક્સેસ સ્કૂટર પર દી-પ્લોટ-60 ખૂણા પાસેના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન જીજે-10-ટીઝેડ-6888 નંબરની બજાજ સીએનજી રિક્ષા પુરઝડપે અને બેફિકરાઈથી હંકારી રહેલા શક્તિ મગનભાઈ ઠાકેચા (ઉ.વ.30, રહે. પવનચક્કી દી-પ્લોટ)એ સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે રોહિતભાઈ અને તેમના મિત્ર રાહુલ રોડ પર પટકાયા હતા. રાહુલને જમણા હાથના પંજામાં ઇજા તથા પગમાં છોલછાલ થઈ હતી અને તેનો મોબાઇલ ફોન પણ તૂટી ગયો હતો.
પોલીસે રિક્ષાચાલકની તપાસ કરતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. આથી સીટી-એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), મોટર વાહન અધિનિયમની કલમ 185 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.