Jamnagar

જોડીયામાં ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે મેચના ભાવ ફેરનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
જોડિયા પોલીસે માંડવી ચોક, જોડિયા ખાતેની હરભોલે હોટેલ પાસેથી ક્રિકેટ મેચના ભાવફેરનો જુગાર રમતા 2 શખ્સોને ઝડપ્યા હતા. ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે મેચ પર રમાતા જુગારની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 20,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જીગ્નેશ ગોસાઈ ઝડપાયો, જ્યારે રાજેશ ધામેચા ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયામાં ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે મેચના ભાવ ફેરનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા

Jamnagar Gambling Raid : જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જોડીયા પોલીસે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી વનડે મેચમાં ભાવ ફેરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
જોડીયા ટાઉનના માંડવી ચોક ખાતે આવેલી હરભોલે હોટેલના પગથિયા ઉપર જાહેરમાં મેચના ભાવ ફેરનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રોકડ રૂ.20,000 તથા જુગાર સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ મામલે જીગ્નેશભાઈ ચંદુભાઈ ગોસાઈ (રહે. વાણીયા શેરી, જોડીયા)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે રાજેશ ધામેચા (રહે. જોડીયા ગામ) ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બંને સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.