જામજોધપુર નજીક અમરાપરમાં છ મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ : રૂ.10,620 રોકડ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રામદેભાઈ વદરના ઘરની બહાર જાહેર સ્થળે દરોડા દરમિયાન છ મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, રાણીબેન રામદેભાઈ વદર (ઉ.વ.300, હંસાબેન મનસુખભાઈ પેશીવારા (ઉ.વ.60), મિતલબેન વિજયભાઈ ચૌહાણ (ઉ.વ.30), સાકરબેન રમેશભાઈ ઓડેદરા (ઉ.વ.45), નાથીબેન ઘેલાભાઈ વદર (ઉ.વ.60) અને દેવીબેન કેશુભાઈ બાપોદરા (ઉ.વ.50) જુગાર રમતાં મળી આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને રૂ.10,620 રોકડ અને ગંજીપત્તા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.10,620નો મુદ્દામાલ કબજે કરી છેય મહિલાઓ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. તમામને તા.21ના રોજ નોટિસ આપવામાં આવી હોવાનું પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે.




