Jamnagar

જામનગરમાં ગોકુલનગરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલનગર, મયુરનગર શેરી નં.3માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 5 મહિલા અને 2 પુરુષ સહિત 7 શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.21,000નો મુદ્દામાલ અને 52 ગંજીપત્તાના પાના કબજે કરાયા હતા. પોલીસે તમામ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી, પુરુષોની અટકાયત કરી જ્યારે મહિલાઓને નોટિસ આપી છોડી દીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગોકુલનગરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગરના ગોકુલનગર મયુરનગર શેરી નં.3માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોડે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પાંચ મહિલા અને બે પુરુષ સહિત સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી સાંજે 4:20 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી ઇલાબા મહિપતસિંહ જાડેજા, કાંતાબેન ચીનાભાઈ કુનતીયા, દિનુબેન ઉર્ફે ટીનાબેન વાઘેલા, ગીતાબેન દિનેશભાઈ રીબડીયા, રસીલાબેન કિશોરભાઈ મકવાણા, દિગવીજયસિંહ ભુપતસિંહ જાડેજા અને હરદીપસિંહ ચંદુભા ચુડાસમા મળી આવ્યા હતા.
પોલીસે તમામ પાસેથી મળી આવેલી રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. જુગારના સ્થળેથી મળેલી રોકડ સહિત કુલ રૂ.21,000ની કિંમતનો મુદ્દામાલ અને 52 ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા.
આ અંગે પોલીસે તમામ સાત સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધ્યો છે. બંને પુરુષોને અટક કરવામાં આવ્યા હતા, જ્યારે પાંચેય મહિલાઓને કાયદેસરની નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી.