Jamnagar

જામનગરના વેરતીયામાં ધોળે દહાડે માત્ર દોઢ કલાક માટે બંધ રહેલા મકાનનું તાળું તોડી રૂ.65 હજારની ચોરી

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના બજરંગપુર (વેરતીયા) ગામમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. 69 વર્ષીય પ્રાગજીભાઈ સદાદીયાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરે તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી રૂ. 60,000ના સોના-ચાંદીના દાગીના અને રૂ. 5,000 રોકડા મળી કુલ રૂ. 65,000ની મત્તાની ચોરી કરી હતી. આ મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના વેરતીયામાં ધોળે દહાડે માત્ર દોઢ કલાક માટે બંધ રહેલા મકાનનું તાળું તોડી રૂ.65 હજારની ચોરી

Jamnagar Theft Case : જામનગર તાલુકાના બજરંગપુર (વેરતીયા) ગામમાં ધોળે દહાડે માત્ર દોઢ કલાક માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરે તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.65 હજારની મત્તા ચોરી કરી હોવાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
બજરંગપુર ગામમાં હાઈસ્કૂલ પાસે રહેતા પ્રાગજીભાઈ રામજીભાઈ સદાદીયા (ઉ.વ.69)ના જણાવ્યા મુજબ, તા.4 સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ચારથી સાંજે છ વાગ્યા દરમિયાન તેઓના ઘરના દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી અજાણ્યો તસ્કર અંદર ઘૂસ્યો હતો.
ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરે લોખંડના કબાટમાં રાખેલા આશરે રૂ.60,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂ.5,000 રોકડા મળી કુલ રૂ.65,000ની મત્તા ચોરી કરી હતી. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.