Jamnagar

જામનગર શહેરમાં વરલી મટકાના જુગાર પર બે સ્થળે દરોડા : બે શખ્સો ઝડપાયા

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં સિટી 'એ' ડિવિઝન પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ ચલાવી છે. ધુવાવાના નાકા નજીક ભોયના ઢાળિયા પાસેથી મનસુખભાઈ નકુમ (ઉં. 59) અને કિશાનચોક કબીર આશ્રમ પાસેથી અરવિંદભાઈ પરીયા (ઉં. 40)ને વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી આંકડાની ચિઠ્ઠીઓ, બોલપેન અને રોકડા રૂ. 150 તથા રૂ. 170 જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં વરલી મટકાના જુગાર પર બે  સ્થળે દરોડા : બે શખ્સો ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે ગુજરાત જુગાર ધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડો ધુવાવાના નાકા નજીક ભોયના ઢાળિયા પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાં છાપીયા શેરી, નાગરચકલાના મનસુખભાઈ જેરામભાઈ નકુમ (ઉં. 59)ને વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી આંકડાની ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂ.150 મળી આવ્યા હતા.
બીજો દરોડો કિશાનચોક ખાતે કબીર આશ્રમ પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાં હીરાસરવાસના અરવિંદભાઈ ધનજીભાઈ પરીયા (ઉં. 40)ને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી આંકડાની ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂ.170 કબજે કરવામાં આવ્યા હતા.
બંને બનાવોમાં સિટી 'એ' ડિવિઝન પોલીસે જુગાર ધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.