Jamnagar

જામનગરમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પર દરોડો, 12 પકડાયાં

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 8 મહિલા સહિત કુલ 12 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ. 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લાલપુર અને જામજોધપુરમાં પણ જુગાર રમતા કેટલાક શખ્સો પકડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પર દરોડો, 12 પકડાયાં

જામનગર : જામનગરના ગોકુલનગર વિસ્તારનાં એક મકાનમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ૮ મહિલા સહિત કુલ ૧૨ લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી રૂા.૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, ગોકુલનગર-શોભાનગર સોસાયટીમાં મકાનમાં કાજલબેન રાજુભાઈ કેસરીયા મકવાણા (ઉં.વ.૩૮) દ્વારા નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે દરોડો પાડયો હતો. ત્રણ પત્તીનો જુગાર રમતા ઇસમોને ઝડપી લઈ રોકડ રૂ.૧,૦૦,૬૦૦ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કાજલબેન (ઉં.વ.૩૮), દીપાલીબેન બાંભણીયા (ઉં.વ.૩૨), દિનુબેન મકવાણા (ઉં.વ.૩૨), કાંતિબેન કુંતીયા (ઉં.વ.૫૦), ઈશાબેન જાડેજા (ઉં.વ.૩૪), માનકુવરબા જાડેજા (ઉં.વ.૪૨), જોશનાબેન ગુજરાતી (ઉં.વ.૩૪), અંજુબેન રાઠોડ (ઉં.વ.૪૦), વિજય ગોસ્વામી (ઉં.વ.૩૨), હરેન્દ્રસિંહ ચુડાસમા (ઉં.વ.૩૨), રવી પારેજીયા (ઉં.વ.૨૯) અને દેવશીભાઈ લીમ્બડ (ઉં.વ.૧૮)ને ઝડપી લીધા હતા.
લાલપુરના ખારાના તળાવ પાસે બાવળની ઝાડીમાંથી જુગાર રમતા ભાવેશ કગથરા (ઉં.૫૨), જામસિંહ જાડેજા (ઉં.૫૪), કિશોર ચાવડા (ઉં.૪૬) અને દેવેન્દ્રગીરી ગોસ્વામી (ઉં.૭૨) રૂ.૧૦,૦૨૦ રોકડ સાથે મળી આવ્યા હતા. દરમિયાન વીપુલ નગાભાઈ જોગલ તથા નીલેશ નામનો એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટતા તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામજોધપુરના કોટડા બાવીસી ગામના તોરણીધાર નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા મહેન્દ્રભાઈ વરાણીયા, રાજેશભાઈ જોશી, પ્રવીણભાઈ શિલુ, અજયભાઈ દવે, અશ્વિનભાઈ કણસાગરા અને અજયભાઈ પંચાસરા પાસેથી રૂ.૧૩,૫૦૦ રોકડ મળી કુલ રૂ.૯૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.