Jamnagar

જામનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર પતિ સામે પત્નીએ 112 પર ફોન કરતાં પોલીસે ઝડપી પાડ્યો

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના ગણપતનગર વિસ્તારમાં નરશીભાઈ ચાવડા (ઉ.વ. 55) દારૂ પીને ઘરે તોફાન મચાવતા હતા. તેમની પત્ની શોભનાબેને 112 પર ફોન કરતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે નરશીભાઈને ઝડપી પાડી, તબીબી તપાસ કરાવતા દારૂ પીધાની પુષ્ટિ થઈ. પાસ-પરમિટ ન હોવાથી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર પતિ સામે પત્નીએ 112 પર ફોન કરતાં પોલીસે ઝડપી પાડ્યો

Jamnagar: જામનગરના ગણપતનગર વિસ્તારમાં દારૂના નશામાં ઘરમાં તોફાન મચાવનાર પતિ સામે પત્નીએ 112 ઇમરજન્સી સેવામાં ફોન કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ ગણપતનગર શેરી નં. 6, આરવ બિલ્ડિંગ પાછળ રહેતી શોભનાબેન નરશીભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ નરશીભાઈ જલાભાઈ ચાવડા (ઉ.વ. 55), દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવતા હોવાથી તેમણે 112 પર ફોન કરીને પોલીસને બોલાવી હતી.

પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ નરશીભાઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તેમની જીભ થોથરાતી હતી, મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું નોંધાયું હતું. પોલીસ દ્વારા દારૂ પીવા અંગેનો પાસ-પરમિટ માંગવામાં આવતા તેમની પાસે કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.

આથી પોલીસે નરશીભાઈ જલાભાઈ ચાવડા સામે પ્રોહિબિશન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.