Jamnagar

જામનગરના કોમર્શિયલ વિસ્તારોમાં પાલિકાની નાઇટ ડ્રાઇવ : ડસ્ટબિન ન રાખનારા, ન્યૂસન્સ કરનારા એકમો સામે કાર્યવાહી

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવા નાઈટ ડ્રાઈવ હાથ ધરી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એસ્ટેટ શાખા દ્વારા કોમર્શિયલ વિસ્તારોમાં ડસ્ટબિન ન રાખનારા, જાહેરમાં કચરો ફેંકનારા 48 એકમોને નોટિસ ફટકારી કુલ ₹68,750નો દંડ વસૂલ્યો હતો. પાલિકાએ વેપારીઓને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનમાં જ કચરો આપવા અને સહકાર આપવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કોમર્શિયલ વિસ્તારોમાં પાલિકાની નાઇટ ડ્રાઇવ : ડસ્ટબિન ન રાખનારા, ન્યૂસન્સ કરનારા એકમો સામે કાર્યવાહી

Jamnagar : જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ કોમર્શિયલ વિસ્તારોમાં નાઇટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કોમર્શિયલ વિસ્તારોમાં પોતાના એકમ પાસે ડસ્ટબિન નહીં રાખનારા, જાહેરમાં કચરો નાખી ન્યૂસન્સ કરનારા તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં પોતાના એકમનો કચરો નહીં આપનારા આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન સંબંધિત આસામીઓ પાસેથી કુલ રૂ.68,750નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત નિયમોનું પાલન નહીં કરનારા 48 એકમોને નોટિસ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા દરેક કોમર્શિયલ એકમ પોતાના એકમમાંથી નીકળતો કચરો ફક્ત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ આપે અને જાહેર સ્થળે કચરો ન નાખે તે અંગે IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવા માટે વેપારીઓ અને નાગરિકોને મહાનગરપાલિકાની કચરા વ્યવસ્થાપન વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.