Jamnagar

જામનગરના બેડેશ્વર પુલ નીચેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં વાહનચોરીના વણઉકેલાયેલા ગુનાઓ શોધવા પોલીસે કાર્યવાહી કરી. સિટી 'બી' ડિવિઝન પોલીસે બેડેશ્વર પુલ નીચે સેલ્ટર હોમ પાસેથી ચોરાયેલી ₹10,000ની TVS સ્કૂટી સાથે હુશેન સતારભાઈ પલેજા (ઉ.વ.22) નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ 4 દિવસ પહેલા ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે વાહન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડેશ્વર પુલ નીચેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો

Jamnagar Police : જામનગરમાં વાહનચોરીના બનાવો અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સિટી ‘બી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે બેડેશ્વર પુલ નીચે સેલ્ટર હોમ પાસેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે.
જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) મુજબ નોંધાયેલા ગુનામાં ફરિયાદીની ટી.વી.એસ. કંપનીની સ્કુટી પેપ પ્લસ, કાળા રંગની મોટરસાયકલ, રજીસ્ટ્રેશન નંબર જીજે-10-એઆર-3669, બેડેશ્વર પુલ નીચે સેલ્ટર હોમ પાસેથી પાર્ક કરેલી હતી. અજાણ્યો શખ્સ આ વાહન ચોરી કરી ગયો હતો.
ગુનાની તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે પોલીસે બેડેશ્વર એકડે-એક વિસ્તારમાં હુશેની મસ્જિદ પાસે રહેતા હુશેન સતારભાઈ પલેજા (ઉ.વ.22)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ઉપરોક્ત મોટરસાયકલ મળી આવતાં પોલીસે ચેસીસ નંબર અને એન્જિન નંબરની ખરાઈ કરી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ આશરે ચાર દિવસ અગાઉ બેડેશ્વર પુલ નીચે સેલ્ટર હોમ પાસેથી આ મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રૂા.10,000ની કિંમતનું વાહન કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.