Jamnagar

જોડિયા પોલીસે દોઢ વર્ષ પહેલાની સજા વોરંટમાં ફરાર આરોપીને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર પોલીસે જૂનાગઢ ફેમિલી કોર્ટના સજા વોરંટમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી ધર્મેશભાઈ ઉર્ફે પ્રદીપભાઈ ભીમાણીને મોરબીના વીરપર ગામમાંથી ઝડપી પાડ્યો છે. 95,500ના ભરણપોષણ ન ચૂકવવા બદલ કોર્ટે તેમને 315 દિવસની સાદી કેદ ફટકારી હતી. જોડિયા પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયા પોલીસે દોઢ વર્ષ પહેલાની સજા વોરંટમાં ફરાર આરોપીને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો

Jamnagar Police : જૂનાગઢની ફેમિલી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સજા વોરંટના છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને જોડિયા પોલીસે મોરબી જિલ્લાના

વીરપર ગામેથી ઝડપી પાડી કોર્ટના હુકમનો અમલ કરાવ્યો છે.
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સજા

વોરંટના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક

પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેમિલી કોર્ટ,

જુનાગઢના ફોજદારી કેસના આરોપી ધર્મેશભાઈ ઉર્ફે પ્રદીપભાઈ ઉર્ફે પદુભાઈ ભીમાણી (રહે. બારી શેરી, જોડિયા) દ્વારા 21 મહિનાના ભરણપોષણના કુલ રૂ.

95,500 ચૂકવવામાં કોર્ટના હુકમનો ભંગ કરવામાં આવ્યો હતો. જેના પગલે ફેમિલી કોર્ટે આરોપીને 315 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે આરોપી

છેલ્લા દોઢ વર્ષથી ફરાર થઈ ગયો હતો.
જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની

મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી હાલ મોરબી જિલ્લાના વીરપર ગામે આવેલી ક્યુબાથ ઇન્ડસ્ટ્રી ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતાં

પોલીસ ટીમે ત્યાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં

આવ્યો છે.