Jamnagar

જામનગરમાં સાધનાકોલોની વિસ્તારમાં દારૂના નશામાં સાસરિયાના ઘરે તોફાન મચાવનાર બનેવી ઝડપાયો

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દારૂ પીધેલી હાલતમાં સાસરીના ઘરે હોબાળો મચાવનાર 45 વર્ષીય નારાયણપ્રસાદ યાદવ સામે સિટી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ન્યૂ સાધના કોલોનીમાં બનેવી નારાયણપ્રસાદે દારૂ પી ફરિયાદી પૂજાબેન અને તેમના માતા-પિતાને ગાળો ભાંડી હતી. 112 નંબર પર જાણ થતા પોલીસ પહોંચી અને નારાયણપ્રસાદને નશાની હાલતમાં ઝડપી પાડી, કાયદેસર કાર્યવાહી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સાધનાકોલોની વિસ્તારમાં દારૂના નશામાં સાસરિયાના ઘરે તોફાન મચાવનાર બનેવી ઝડપાયો

Jamnagar Police : જામનગર શહેરમાં દારૂના નશામાં સાસરિયાના ઘરે પહોંચી ગાળો આપી હોબાળો મચાવનાર એક વ્યક્તિ સામે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ ન્યૂ સાધના કોલોની, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડી વિંગમાં રહેતી પૂજાબેન બિસ્માનસિંહ રાજપૂતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા. 16 જુલાઈ, 2026ની મધરાતે તેમના બનેવી નારાયણપ્રસાદ કુંજબિહારી યાદવ (ઉ.વ.45, મૂળ બિહારના રહેવાસી અને હાલ સાધના કોલોની)માં રહેતા તેમના ઘરે આવ્યા હતા. તે સમયે તેઓ દારૂના નશામાં હતા અને ફરિયાદી તેમજ તેમના માતા-પિતાને અશ્લીલ ગાળો આપી ઝપાઝપી તથા બોલાચાલી કરવા લાગ્યા હતા.
પરિસ્થિતિ બેકાબૂ બનતાં પરિવારજનોએ રાત્રે 112 જનરક્ષક સેવાને જાણ કરી હતી. માહિતી મળતાં જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી નારાયણપ્રસાદ યાદવને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસ દ્વારા પંચોની હાજરીમાં તપાસ કરતાં તેમની આંખો નશાથી લાલ જણાઈ આવી હતી અને બોલવામાં થોથરાટ હતો, અને શરીરનું સંતુલન જાળવી શકતા નહોતા. પાસ-પરમિટ અંગે પૂછતાં તેમણે કોઈ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું.
આથી પોલીસે આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 86(1) હેઠળ ગુનો નોંધી ધોરણસર અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.