Gujarat
જામનગરમાં 19 નંગ ચોરાઉ મોબાઇલ સાથે એક તસ્કર પકડાયો
By GS Team
23 Jul 20201 min read
This article was originally published on 23 Jul 2020

જામનગર, તા. 23 જુલાઈ 2020, ગુરુવાર
જામનગરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં એક મોબાઈલની દુકાનના શટર ઉંચકી જુદીજુદી કંપનીના મોબાઈલની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેનો જામનગર એલસીબીની ટીમ દ્વારા ભેદ ઉકેલી નાખ્યો છે અને એક તસ્કરને પકડી પાડયો છે.
એલસીબીની ટીમને બાતમી મળેલ કે કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી નજીક આવેલા બેઠા પુલ પાસેની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર જાકીર હુશેન ઇસ્માઇલ શેખ પસાર થવાનો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવતાં ચોરી કરનાર શખ્સને ચોરીના મોબાઈલ નંગ 19 કિંમત 18,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.




