Jamnagar

જામનગર જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડા : પાંચ શખ્સો ઝડપાયા, રૂ.1,075 રોકડા સહિત મટકાનો સામાન કબજે

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં પોલીસે 29 સપ્ટેમ્બરે વર્લી-મટકાના જુગાર સામે પાંચ સ્થળે દરોડા પાડી પાંચ શખ્સોને ઝડપ્યા હતા. લાલપુર, જામજોધપુર, નીકાવા, ધુવાવ અને હાપાના વિવિધ વિસ્તારોમાંથી કુલ રૂ. 1,075 રોકડા તથા જુગારનો સામાન કબજે કર્યો હતો. પોલીસે સાજણ ફફલ, રવી સોલંકી, સકીલ શાહમદાર, રીઝવાન શેખ અને વાસુદેવ સરવૈયા વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડા : પાંચ શખ્સો ઝડપાયા, રૂ.1,075 રોકડા સહિત મટકાનો સામાન કબજે

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં પોલીસે તા.29 સપ્ટેમ્બરના રોજ વર્લી-મટકાના જુગાર સામે પાંચ સ્થળે દરોડા પાડીને પાંચ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જુદા-જુદા દરોડામાં કુલ રૂ.1,075 રોકડા તથા વર્લી-મટકાના સામાન અને બોલપેન મળી આવ્યા હતા.
લાલપુર એસ.ટી.બસ સ્ટેશન પાસે જાહેર રોડ પરથી પોલીસે સાજણ કમાભાઈ ફફલ (ઉંમર 47, રહે. ગોહીલવાસ ધરાનગર,લાલપુર) ને વર્લી-મટકાના આંકડા લખતા ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.120 રોકડા, આંકડા લખેલી ચિઠ્ઠી અને બોલપેન મળી કુલ રૂ.120નો મુદ્દામાલ કબજે થયો હતો.
જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાં તકદીર પાન પાસે જાહેરમાં વર્લી-મટકાના આંકડા લખી જુગાર રમતા રવીભાઈ મનસુખભાઈ સોલંકી (ઉંમર 36, રહે. ખરાવાડ, જામજોધપુર)ને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.120 રોકડા, આંકડા લખેલો કાગળ અને બોલપેન મળી કુલ રૂ.120નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
કાલાવડ ગ્રામ્ય પોલીસે નીકાવા ગામના સામાકાંઠે જાહેરમાં વર્લી-મટકાના આંકડા લખી જુગાર રમતા સકીલભાઈ ઉર્ફે ટીનો નુરશાભાઈ શાહમદાર (ઉંમર 42, રહે. નીકાવા)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 425 રોકડા, વર્લી-મટકાની ચિઠ્ઠી અને બોલપેન મળી કુલ રૂ.425નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત પંચકોશી ‘એ’ પોલીસે ધુવાવ હાઉસિંગ બોર્ડના ગરબીચોક પાસેથી રીઝવાનભાઈ ગુલામકાદરભાઈ શેખ (ઉંમર 46, રહે. હાપા એલગન સોસાયટી)ને વર્લી-મટકાના આંકડા લખતા ઝડપી લઈ તેની પાસેથી રૂ. 210 રોકડા તથા મટકાનું સામાન કબજે કર્યો હતો.
હાપા ચાંદની ચોક ટાવર પાસે પોલીસે વાસુદેવ ચંદુભાઈ સરવૈયા (ઉંમર 30, રહે. હાપા ખારી વિસ્તાર)ને વર્લી-મટકાના આંકડા લખતા ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.220 રોકડા તથા વર્લી-મટકાનો સામાન મળી કુલ રૂ.220નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ પાંચેય બનાવમાં પોલીસે જુગારધારા કલમ 12(અ) હેઠળ કાર્યવાહી કરી હતી. પાંચ દરોડામાં મળેલી રોકડ રકમનો કુલ આંકડો રૂ.1,075 થાય છે.