Jamnagar

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચોમાસુ તલની પ્રથમ આવક, મણના રૂ.2251નો ભાવ બોલાયો

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે ચોમાસુ તલની પ્રથમ આવક થઈ. ખેડૂત દ્વારા લાવવામાં આવેલા તલના જથ્થાની હરાજીમાં મણના રૂ.2251નો ભાવ બોલાયો. સોજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝે આ તલ ખરીદ્યા. યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. આગામી દિવસોમાં તલની આવક વધવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચોમાસુ તલની પ્રથમ આવક, મણના રૂ.2251નો ભાવ બોલાયો

Jamnagar: જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે ચોમાસુ સીઝનના તલની પ્રથમ આવક થઈ હતી. પ્રથમ આવક સાથે તલની હરાજીનો મુહૂર્ત સોદો યોજાયો હતો, જેમાં ખેડૂત દ્વારા લાવવામાં આવેલા તલના જથ્થાની હરાજી દરમિયાન મણના રૂ.2251નો ભાવ બોલાયો હતો.

હાપા માર્કેટ યાર્ડમાં થયેલી ચોમાસુ તલની પ્રથમ આવકમાં ખેડૂત દ્વારા લાવવામાં આવેલા તલની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ મુહૂર્તના સોદામાં સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી.

પ્રથમ આવકના મુહૂર્ત સોદામાં મણના રૂ.2251નો ભાવ મળતાં યાર્ડમાં ઉપસ્થિત ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોમાસુ સીઝનમાં તલની આવક શરૂ થતાં આગામી દિવસોમાં યાર્ડમાં તલની આવક વધવાની શક્યતા છે.