Jamnagar
ધ્રોલના વિરાણી ખીજડિયામાં ખેતરમાં પાણી વાળતી વેળાએ સાપ કરડતાં ખેડૂતનું મોત
By GS Team
1 Oct 20261 min read
જામનગરના ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયા ગામે ખેતરમાં મગફળીના વાવેતરમાં પાણી વાળતી વખતે 60 વર્ષીય ખેડૂત પ્રભાતભાઈ ગગુભાઈ લોખીલને ઝેરી સાપે ડંખ માર્યો હતો. તેમને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. આ અંગે ધ્રોલ પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયા ગામે ખેતરમાં મગફળીના વાવેતરમાં પાણી વાળતી વેળાએ ઝેરી સાપે ડંખ મારતાં 60 વર્ષીય ખેડૂતનું મોત થયું છે.
પોલીસના અહેવાલ મુજબ પ્રભાતભાઈ ગગુભાઈ લોખીલ પોતાની વાડીએ મગફળીના વાવેતરમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક તેમના જમણા પગની ઘૂંટીથી ઉપરના ભાગે કોઈ ઝેરી સાપે ડંખ માર્યો હતો.
સાપ કરડતાં તેમને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તેમના પુત્ર મનીષભાઈ લોખીલની જાણના આધારે ધ્રોલ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.