'છોટી કાશી' જામનગરમાં ગણેશ વિસર્જનનો આઠમો દિવસ : વધુ 82 મૂર્તિઓની વિદાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Ganeshotsav : જામનગરમાં ગણેશોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જનનો આજે આઠમો દિવસ હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે આજે પણ ગણેશ ભક્તો અને ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપાની મૂર્તિઓનું વિધિવત્ વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના આંકડા મુજબ આજે તા. 21 સપ્ટેમ્બરના રોજ આઠમા દિવસે ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં 58 તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં 24 મળી બંને કુંડમાં કુલ 82 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગણેશોત્સવના આઠ દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં કુલ 2766 તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં કુલ 780 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. બંને કુંડનો આઠ દિવસનો કુલ આંકડો 3546 મૂર્તિઓનો થયો છે.
ગણેશ ભક્તો દ્વારા પોતાના આરાધ્ય દેવ ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક વિદાય કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી બંને વિસર્જન કુંડના સ્થળો ગણેશમય બની રહ્યા હતા.




