Jamnagar

જામનગરમાં ‘ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ’ અંતર્ગત સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ગુજરાત પોલીસના CID ક્રાઈમ અને રેલ્વેઝ વિભાગ દ્વારા 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું. દાંડિયા હનુમાનજી મંદિરે વરિષ્ઠ નાગરિકોને સાયબર ગુનાઓ, જેમ કે ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ફિશિંગ કોલ અને લોન ફ્રોડથી બચવા સમજાવવામાં આવ્યું. અજાણ્યા કોલ, લિંક, OTP અને પાસવર્ડ શેર ન કરવા અપીલ કરાઈ, તેમજ 200 પેમ્ફલેટનું વિતરણ થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ‘ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ’ અંતર્ગત સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Jamnagar: ગુજરાત પોલીસના સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' અભિયાન અંતર્ગત જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને વધતા જતા સાયબર ગુનાઓ અંગે જાગૃત કરવાનો અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો સમજાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ કાર્યક્રમના પ્રારંભે સાયબર ગુનાઓ અટકાવવા માટે કાર્યરત પોલીસની શી-ટીમને વિશેષ માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારબાદ જામનગરના દાંડિયા હનુમાનજી મંદિર ખાતે ઉપસ્થિત સિનિયર સિટીઝન અને અન્ય નાગરિકોને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નાગરિકોને ડિજિટલ અરેસ્ટ સ્કેમ, વિશિંગ અને ફિશિંગ કોલ, બનાવટી શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ તથા મ્યુલ એકાઉન્ટ જેવા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓની કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.અજાણ્યા ફોનકોલ, શંકાસ્પદ લિંક, ઓટીપી, બેન્કની ગુપ્ત માહિતી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા તેમજ કોઈ પણ શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર અંગે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન લોકોમાં વધુ જાગૃતિ ફેલાય તે હેતુથી સાયબર સુરક્ષા અંગે માહિતી આપતા ૨૦૦ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજીને નાગરિકોને સાયબર ગુનાઓ સામે સાવચેત કરવામાં આવશે.