Gujarat

જામનગરની પેઢીની બાકી રોકાતી રકમ વ્યાજ સાથે ચૂકવવા મુંબઇની પેઢીને અદાલતનો આદેશ

By GS Team
26 Jan 20221 min read
This article was originally published on 26 Jan 2022
જામનગરની પેઢીની બાકી રોકાતી રકમ વ્યાજ સાથે ચૂકવવા મુંબઇની પેઢીને  અદાલતનો આદેશ

જામનગર, તા. 26

જામનગર ની એક પેઢી પાસે થી  રૂ. અગિયાર લાખ થી વધુ ની કિંમત નો બ્રાપાર્ટ્સનો માલસામાન મુંબઈની પેઢીએ ઉધારમાં ખરીદ કર્યા પછી બાકી રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરાતા હતા. જામનગરની પેઢીએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. તે દાવો ચાલી જતા અદાલતે બાકી રકમ વાર્ષિક ૨૪ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવી આપવા મુંબઈની પેઢીને આદેશ કર્યો છે.

જામનગરના  વિશ્વકર્મા પ્રોડક્ટસના પ્રોપ્રાઈટર ભરતભાઈ ભગવાનજીભાઈ વડગામા પાસે થી મુંબઈની સી. સી. કોર્પોરેશન નામની પેઢી ના સંચાલકે  જુદા જુદા સમયે બ્રાસપાર્ટ પ્રોડકટ્સનો માલસામાન મંગાવ્યો હતોે તે માલસામાન પેટે ભરતભાઈ વડગામાએ રૂ. 11,20,664 લેવાના બાકી હતા.

તે રકમ મુંબઈની પેઢી દ્વારા નહી ચૂકવાતાં  ભરતભાઈ વડગામા એ જામનગર ની દીવાની અદાલત માં સમરી સ્યુટ દાખલ કર્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે બાકી રહેતી રકમ પર વાર્ષિક 25 ટકાના દરે વ્યાજ ચૂકવવા અને દાવા નો ખર્ચ પણ ચૂકવી આપવા મુંબઈની પેઢી ના સંચાલક ને હુકમ કરાયો છે. જામનગરની પેઢી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, ધર્મેશ કનખરા, વિપુલ ગંઢા, આશિષ ફટાણીયા, ધ્વનિષ એમ.જોષી રોકાયા હતા.