Jamnagar

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી મહાનગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળ્યો

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના નાઘેડી પાસેથી એક 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મૃતક જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરજ બજાવતા હસમુખભાઈ રતીલાલ પુરબીયા હોવાનું ખુલ્યું છે. તેઓ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળ્યા બાદ ગુમ હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી, મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી મહાનગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળ્યો

Jamnagar News : જામનગર નજીક નાધેડી વિસ્તારમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ જામનગર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં ફરજ બજાવતા હસમુખભાઈ રતીલાલ પુરબીયા (ઉ.વ. આશરે 55) તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. હસમુખભાઈ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ પરત ન ફરતાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.
દરમિયાન નાઘેડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચતાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.
હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.