Jamnagar

જામનગરમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધને બેફામ સ્કુટરચાલક મહિલાએ હડફેટે લીધા

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ખંભાળિયા ગેટ ચોકી વિસ્તારમાં જેએમસી સ્પોર્ટ્સ સંકુલ સામે 55 વર્ષીય માલાભાઈ કંટારીયા રોડ ક્રોસ કરતા હતા. ત્યારે GJ-10-EF-6448 નંબરની ટીવીએસ જ્યુપિટર ચલાવતી અજાણી મહિલાએ તેમને હડફેટ લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હતું. સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધને બેફામ સ્કુટરચાલક મહિલાએ હડફેટે લીધા

Jamnagar Accident : જામનગરના ખંભાલિયા ગેટ ચોકી બીટ વિસ્તારમાં જેએમસી સ્પોર્ટ્સ સંકુલ સામેના જાહેર રોડ પર રોડ ક્રોસ કરી રહેલા 55 વર્ષીય વૃદ્ધને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલી ટીવીએસ જ્યુપિટર મોટરસાઇકલની અજાણી મહિલા ચાલકે હડફેટે લેતાં વૃદ્ધને ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચરની ઈજા થઈ હતી.
આ બનાવ અંગે માલાભાઈ જીવાભાઈ કંટારીયા (ઉંમર 55, રહે. ભીમવાસ શેરી નં. બે, જૂના રેલવે સ્ટેશન પાછળ, જામનગર)એ સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા. 29 જુલાઈના રાત્રે આશરે 8:15 વાગ્યે તેઓ જેએમસી સ્પોર્ટ્સ સંકુલ સામેના રોડ પરથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રજીસ્ટ્રેશન નંબર જીજે-10-ઈએફ-6448 ધરાવતી સફેદ રંગની ટીવીએસ જ્યુપિટર મોટરસાઇકલની અજાણી મહિલા ચાલકે વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આવી તેમને ટક્કર મારી હતી.
અકસ્મતમાં વૃદ્ધ રોડ પર પટકાતા તેમના ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચરની ઈજા થઈ હતી. બનાવ અંગે તા. 16 ઓગસ્ટના રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ અજાણી મહિલા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.