Jamnagar

જોડિયા બાદનપર રોડ અને પડાણામાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી : એક જ દિવસમાં 6 ડમ્પર જપ્ત, રૂ.1.90 કરોડનો મુદ્દામાલ કબજે

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગે 29મીએ સઘન તપાસ હાથ ધરી હતી. જોડિયાના કુન્નડ ગામ પાસે બિનઅધિકૃત રેતી વહન કરતા 4 ડમ્પર અને પડાણા સર્કલ નજીક બ્લેકટ્રેપ ખનિજનું વધુ વહન કરતા 2 ડમ્પર સહિત કુલ 6 ડમ્પર જપ્ત કરાયા હતા. આશરે 1.90 કરોડનો મુદ્દામાલ કબજે કરી, પડાણા પોલીસને સોંપી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયા બાદનપર રોડ અને પડાણામાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી : એક જ દિવસમાં 6 ડમ્પર જપ્ત, રૂ.1.90 કરોડનો મુદ્દામાલ કબજે

Jamnagar News : જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે તા.29ના રોજ જિલ્લામાં ખનિજ વહન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ પાસે બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા ચાર ડમ્પર તેમજ પડાણા સર્કલ વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર મળી કુલ છ ડમ્પર અટકાવી જપ્ત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ નજીક આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ચાર ડમ્પર મળી આવ્યા હતા. ખાણ-ખનીજ વિભાગની ટીમે ચારેય ડમ્પર જપ્ત કરી આશરે રૂ.1.30 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત પડાણા સર્કલ વિસ્તારમાં તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. બંને ડમ્પર સહિત આશરે રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે પડાણા પોલીસ મથક ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.
આમ, ખાણ-ખનીજ વિભાગ જામનગર દ્વારા એક જ દિવસમાં કુલ છ ડમ્પર જપ્ત કરી આશરે રૂ.1.90 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગની તપાસ ટીમના નિખિલભાઈ, નૈતિકભાઈ અને આનંદભાઈ દ્વારા કરવામાં આવી હતી.