જામનગરના સરદારનગર વિસ્તારના યુવાનનું કેન્સરની સારવાર દરમિયાન અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના સરદારનગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાનનું કેન્સરની બીમારીની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકે અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સરદારનગર, સમર્પણ પાર્કની બાજુમાં રહેતા હિતેષભાઈ ઉકાભાઈ અજુડીયા, ઉંમર 35,ને મોઢાના ભાગે કેન્સરની બીમારી હતી. તા. 16 સપ્ટેમ્બરના રોજ તેમની તબિયત સારી ન રહેતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
દરમિયાન તા. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબે તપાસ કરતાં હિતેષભાઈને મૃત જાહેર કર્યા હતા.
આ અંગે તેમના સંબંધી મુકેશભાઈ રવજીભાઈ અજુડીયાએ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ અકુદરતી મોતની નોંધ કરવામાં આવી છે. એએસઆઈ એસ.એમ. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.




