Jamnagar

જામનગર નજીજ PVR સિનેમા બહાર પાર્ક કરેલી રૂ.50 હજારની સ્પેન્ડર બાઇક ચોરાઈ

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના દી-પ્લોટના કરણભાઈ ખીચડા 27 સપ્ટેમ્બરે સાંજે પરિવાર સાથે ઠેબા ચોકડી પાસેના PVR-JCRના ગેમઝોનમાં ગયા હતા. તેમણે પોતાની રૂ. 50,000ની કિંમતની કાળા રંગની હીરો સ્પેન્ડર મોટરસાયકલ (GJ-10-EB-9138) પાર્કિંગમાં મૂકી હતી. રાત્રે 9:30 વાગ્યે બહાર આવતા બાઈક ન મળતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીજ PVR સિનેમા બહાર પાર્ક કરેલી રૂ.50 હજારની સ્પેન્ડર બાઇક ચોરાઈ

Jamnagar Vehicle Theft : જામનગરના દી-પ્લોટ વિસ્તારમાં વિશ્વામવાડીમાં રહેતા અને ટાઉનહોલ ખાતે મોબાઇલ રિપેરિંગનું કામ કરતા કરણભાઈ જેઠાલાલ ખીચડા (ઉ.વ.32) તા.27 સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે સાત વાગ્યે પત્ની અને બાળકો સાથે ઠેબા ચોકડી પાસે આવેલા પીવીઆર-જેસીઆરમાં ગેમઝોનમાં ગયા હતા. તેમણે પોતાની કાળા રંગની હીરો સ્પેન્ડર મોટરસાયકલ નંબર જીજે-10-ઈબી-9138 પીવીઆરની બહાર રોડ પાસેના પાર્કિંગમાં પાર્ક કરી હતી.
રાત્રે આશરે સાડા નવ વાગ્યે પરિવાર સાથે ગેમઝોનમાંથી બહાર આવ્યા બાદ કરણભાઈએ પાર્કિંગમાં પોતાની મોટરસાયકલ શોધી હતી, પરંતુ બાઇક જોવા મળી નહોતી. આજુબાજુ તેમજ પોતાની રીતે શોધખોળ કરવા છતાં બાઇકનો પત્તો ન લાગતાં તેમણે મિત્ર સાથે પોલીસ મથકે પહોંચી અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી.
ચોરાયેલી હીરો સ્પેન્ડર મોટરસાયકલની અંદાજિત કિંમત રૂ.50,000 છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે.