Jamnagar

સિક્કા નજીક શાપર ગામના પાટીયા પાસેથી પરપ્રાંતીય દારૂના 75 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં સિક્કા પોલીસે શાપર ગામના પાટિયા પાસેથી દરોડો પાડી, રૂ.15,000નો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો અને રૂ.5,000નો મોબાઈલ ફોન સહિત કુલ રૂ.20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અજયસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ જાડેજા (ઉ.વ.29, રહે. શાપર) નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિક્કા નજીક શાપર ગામના પાટીયા પાસેથી પરપ્રાંતીય દારૂના 75 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

Jamnagar Police : સિક્કા પોલીસ દ્વારા શાપર ગામના પાટીયા પાસે દરોડો પાડી રૂ.15,000ની કિંમતનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.20,000નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂ-જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતો ત્યારે શાપર ગામના પાટીયા પાસે બાતમી મળી હતી કે, શાપર ગામમાં રહેતો અજયસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ જાડેજા બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાન નજીક રજુભા ટપુભા જાડેજાના ડેલીબંધ વંડામાં આવેલા જીઓના ટાવર નીચે છુપાવી રાખ્યો છે અને હાલ દારૂના જથ્થાની હેરફેર કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી શાપર ગામમાં રજુભા ટપુભા જાડેજાના ડેલીબંધ વંડામાં દરોડો પાડ્યો હતો. વંડાની અંદરથી એક શખ્સ પુઠાના બોક્સમાંથી કંઈક કાઢતો નજરે પડતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં તેનું નામ અજયસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ જાડેજા (ઉ.વ.29, રહે. શાપર ગામ, દરબાર પાડા, બાપા સીતારામની મહુલી પાસે, જામનગર) હોવાનું ખુલ્યું હતું.
પોલીસે તેની પાસેથી મળી આવેલા બે પુઠાના બોક્સની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીના 180 મિલીના 35 ચપલા તથા 180 મિલીના 40 ચપલા, મળી કુલ 85 ચપલા હતા. દારૂની કુલ કિંમત રૂ.15,000 ગણવામાં આવી હતી.
પોલીસે તપાસ માટે બંને બ્રાન્ડના એક-એક ચપલાનો નમૂના તરીકે કબજો કરી બાકીના 73 ચપલા રૂ.14,600 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો. ઉપરાંત આરોપીની અંગઝડતીમાંથી સફેદ રંગનો ઓપ્પો રેનો મોબાઇલ ફોન રૂ.5,000ની કિંમતનો મળી આવતા તે પણ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે પરપ્રાંતીય વિદેશી દારૂના 75 ચપલા રૂ.15,000 તથા મોબાઇલ ફોન રૂ.5,000 મળી કુલ રૂ.20,000નો મુદ્દામાલ કબજે કરી અજયસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ જાડેજાની પ્રોહિબિશન એક્ટની કલમ 15(એ)(એ) તથા 116(1)(બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.