Jamnagar

લાલપુરના મેઘપર ગામમાં 4 કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો : રૂ.2.11 લાખના મુદ્દામાલ સાથે જપ્ત

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં નશીલા પદાર્થો સામેની ઝુંબેશ હેઠળ SOG અને મેઘપર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. મેઘપર ગામમાં RO પ્લાન્ટ નજીકથી સુનિલકુમાર રામબાબુ રાય (મૂળ બિહાર) નામના શખ્સને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે 2 લાખનો ગાંજો, 10 હજારનો મોબાઈલ અને 1,520 રોકડા સહિત કુલ 2,11,520 નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના મેઘપર ગામમાં 4 કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો : રૂ.2.11 લાખના મુદ્દામાલ સાથે જપ્ત

Jamnagar Police : જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી અને મેઘપર (પડાણા) પોલીસની સંયુક્ત ટીમે મેઘપર ગામમાંથી 4 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે રૂા.2.11 લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
એસઓજી તથા મેઘપર (પડાણા) પોલીસની ટીમ સંયુક્ત પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, મેઘપર ગામમાં આરઓ પ્લાન્ટ પાસે આવેલા મકાનની ઓરડીમાં રહેતો સુનિલકુમાર રામબાબુ રાય ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઓરડીમાંથી સુનિલકુમાર રામબાબુ રાય (મૂળ-રહેવાસી વૈશાલી, બિહાર) મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 4 કિલો ગાંજો, કિંમત રૂા.2 લાખ, એક મોબાઇલ ફોન રૂા.10 હજાર તથા રોકડા રૂા.1,520 મળી કુલ રૂા.2,11,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકે એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.