જામનગર શહેરમાં વરસતા વરસાદની વચ્ચે રસ્તા પર મહાકાય ઝાડ ધરાશાયી : ફાયર બ્રિગેડે તાત્કાલિક ઝાડ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Tree Collapse : જામનગર શહેરમાં ગત રાતથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સવારે ન્યૂ સ્કૂલ નજીકના મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર અવરોધાયો હતો. જોકે, તે સમયે રસ્તા પરથી કોઈ વાહન કે રાહદારી પસાર ન થતાં જાનહાનિ કે ઈજા થવાની ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, આજે સવારે આશરે સાડા નવ વાગ્યે વરસાદ અને પવનના કારણે ઝાડ તૂટી પડીને રોડ પર આવી ગયું હતું. ઘટનાની જાણ જામનગર મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમને થતાં ફાયર શાખાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ કરવત સહિતના સાધનોની મદદથી ઝાડની ડાળીઓ કાપી રસ્તા પરથી હટાવી દીધી હતી. જેના કારણે ટૂંકા સમયમાં જ માર્ગ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમને વરસાદ દરમિયાન ઝાડ પડવાની આ એકમાત્ર ફરિયાદ મળી હોવાનું જાણવા મળ્યું છે.




