ધ્રોલમાં માતા સાથે પગપાળા ચાલીને જઈ રહેલી બાળકીને કોઇ અજાણ્યા બાઈકચાલકે હડફેટે લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: ધ્રોલ શહેરમાં સરકારી દવાખાનાથી આગળ મંડપ સર્વિસ પાસે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલાની દીકરીને અજાણ્યા બાઈકચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી બાઈક હંકારી અડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચી હોવાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકે નોંધાઈ છે.
ફલ્લા ગામે સંતોષી માતાના મંદિર પાછળ રહેતાં દક્ષાબેન મનસુખભાઈ ચાવડાએ ધ્રોલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 28 ઓગસ્ટના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામાં તેઓ પોતાની દીકરી તથા અન્ય સાહેદો સાથે રસ્તા પરથી ચાલીને જઈ રહ્યાં હતાં. તે દરમિયાન થાણાથી આશરે એક કિલોમીટર પૂર્વમાં, સરકારી દવાખાનાથી થોડે આગળ મંડપ સર્વિસ પાસે ત્રિકમ વાસ વિસ્તારમાં અજાણ્યા બાઈકચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેમની દીકરીને અડફેટે લીધી હતી.
અકસ્મતમાં દીકરીના માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીર પર છોલછાલની ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો બાઈકચાલક ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




