લાલપુરના સણોસરીનાં ખેડૂતનો રૂા.9 લાખનો હાર ઓળવી જતાં વિશ્વાસઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : લાલપુર તાલુકાના સણોસરી ગામના ખેડૂતને બેન્કમાં ગીરવે મૂકેલો નવ લાખની કિમતનો હાર અંગે એમના સંબંધીએ વગર વ્યાજે નાણાં અને પચાસ ટકા સબસિડી મળતી હોવાની લાલચ આપી રૂા.૪ લાખ બેન્કમાં ભરપાઈ કરીને હાર મેળવી લીધા પછી જુદા જુદા તબક્કે રૂા.ચાર લાખ પરત મેળવ્યા બાદ હાર ઓળવી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સણોસરી ગામના જયસુખભાઈ કરશનભાઈ નંદાણીયાએ નાણાની જરૂરિયાત ઉભી થતાં આશરે ૧૫૦ ગ્રામ વજનનો આશરે નવ લાખની કિંમતનો સોનાનો હાર ગીરવે મુકીને રૂા.ચાર લાખની ગોલ્ડ લોન લીધી હતી. ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબ તેના મિત્ર ભીખુભાઈ સવદાસભાઈ વસરાએ એવું કહ્યું હતું કે સરકારે ખેડૂતો માટે ગોલ્ડ લોન આપવા બાબતે વ્યાજ માફી આપવાનું નકકી કર્યું છે તેમજ ૫૦ટકા સબસિડી મળતી હોવાનું જણાવી ગોલ્ડ લોનના રૂા.ચાર લાખ ભરપાઈ કરીને હાર છોડાવીને જયસુખભાઈ પાસેથી સોનાનો હાર મેળવી લીધો હતો.
બાદમાં ભીખુભાઈએ જામજોધપુરની ખાનગી બેન્કમાં ગીરો મુકી રૂા.૭.૮૦ લાખની ગોલ્ડ લોન લઈ લીધી હતી. આ પછી આવી કોઈ યોજના ન હોવાનું જાણવા મળતા ભીખુભાઈ પાસેથી સોનાનો હાર પરત માગ્યો હતો. આ પછી પણ ભીખુભાઈએ હાર છોડાવવાના બહાને જયસુખભાઈ પાસેથી તબક્કાવાર રૂા.ચાર લાખ લઈ લીધા હતા પણ હાર પરત આપ્યો ન હતો.
આ પછી જયસુખભાઈએ તપાસ કરતા ભીખુભાઈએ બેન્કમાંથી હા ર છોડાવી લીધાની વિગત મળી હતી તેમજ તેના ભાણેજ રાહુલ ગાગીયાની મદદગારીથી સોનીને હાર વેચી દીધાનું બહાર આવ્યાનું ફરીયાદમાં જણાવ્યું છે. આ ઉપરાંત જયસુખભાઈના કહેવા મુજબ હારની વારંવાર માગણી કરવા છતાં ભીખુભાઈએ હાર પરત આપ્યો ન હતો. તેમજ હાર ભુલી જજે નહી તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તમામ પાસાની તપાસ હાથ ધરી છે.









