જામનગરના માધવબાગમાંથી 8 મહિલાઓ જાહેરમાં તીનપત્તીના જુગારમાં ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરના માધવબાગ-1 વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે જાહેર ગલીમાં ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતી આઠ મહિલાઓને સીટી-સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી ઝડપી લીધી હતી. પોલીસે મહિલાઓ પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.31,250ની રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા.
પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માધવબાગ-1, શેરી નં.5, મહાદેવ મંદિર પાસે જાહેરમાં કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવતાં આઠ મહિલાઓ ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતી મળી આવી હતી.
પોલીસે ઝડપી લીધેલી મહિલાઓમાં ઝોલાપરા વાસની ઝોલાપરા જ્ઞાતિની 75 વર્ષીય રશ્મિબેન જીતેન્દ્રભાઈ, જકાતનાકા પાણાખાણ શેરી નં.8ની 40 વર્ષીય અજુબેન ઉર્ફે અજાયબેન ભીમશીભાઈ પાઉ, સાંઢીયાપુલ શેરી નં.10ની 45 વર્ષીય કારીબેન મેરામણભાઈ ડાંગર, ગોકુલનગર રડાર રોડ શેરી નં.5ની 35 વર્ષીય મીતાબેન શૈલેવભાઈ વજવાળીયા, માધવબાગ-1 દ્વારકેશ-2ની 41 વર્ષીય રાણીબેન મયુરભાઈ પરમાર, માધવબાગ-1 દ્વારકેશ-2ની 38 વર્ષીય શોભનાબેન ભાવેશભાઈ શિંગડીયા, ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.9ની 54 વર્ષીય કવીબેન દેવરાજભાઈ ગોજીયા અને ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.9ની 45 વર્ષીય રાધાબેન જીવાભાઈ ભાટીયાનો સમાવેશ થાય છે.
આ મહિલાઓ પાસેથી અનુક્રમે રૂ.3,950, રૂ.3,700, રૂ.3,550, રૂ.3,400, રૂ.3,450, રૂ.3,700, રૂ.4,100 અને રૂ.3,550 રોકડ મળી આવી હતી. આ ઉપરાંત જુગાર રમવાના સ્થળેથી રૂ.1,850ની રોકડ અને ગંજીપત્તા મળી આવ્યા હતા. રોકડ સહિત કુલ રૂ.31,250નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગાર અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




