જામજોધપુર નજીક શેઠવડાળામાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલાઓ સહિત 7 ઝડપાયા: રૂ. 14,200નો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલાઓ સહિત 7 શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 14,200ની રોકડ રકમ અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કર્યા છે.
પોલીસે જીનલબેન રફીકભાઈ ઉઢેજા (ઉ.વ. 40), સ્નેહાબેન નિલેશભાઈ ટીલવા (ઉ.વ. 32), રેખાબેન પ્રકાશભાઈ વ્યાસ (ઉ.વ. 38), ભારતીબેન કિશોરભાઈ ટીલવા (ઉ.વ. 45), મોનાબેન મનીષભાઈ ચંદ્રવાડિયા (ઉ.વ. 40), ચેતનાબેન ભાવેશભાઈ ચંદારાણા (ઉ.વ. 47) અને મગનભાઈ ધનજીભાઈ લીંબડ (ઉ.વ. 53)ને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ તા. 27 જૂનના રોજ સાંજે શેઠવડાળા ગામમાં કિરીટભાઈ ગંધાના મકાન પાસે આવેલી ખાંટ શેરીમાં જાહેરમાં ગંજીપત્તાના પાના અને રોકડ રકમ વડે "તીનપત્તી રોન પોલીસ" નામનો જુગાર રમાઈ રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન રોકડ રૂ. 14,200 અને ગંજીપત્તાના ૫૨ પાના મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








