Jamnagar

જામનગરના ગુલાબ નગરમાં તીન પત્તી રમતા 7 શખસ ઝડપાયા: રોકડ રૂ. 15,800 કબજે

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સીટી ‘બી’ ડિવિઝન પોલીસે જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસે રામમંદિર નજીકથી 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા 15,800 રૂપિયા અને ગંજીપાના કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગુલાબ નગરમાં તીન પત્તી રમતા 7 શખસ ઝડપાયા: રોકડ રૂ. 15,800 કબજે

Jamnagar Gambling Raid : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂા.15,800 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.|
પોલીસની વિગતો મુજબ, તા.27 સપ્ટેમ્બરના રોજ ગુલાબનગરમાં રામમંદિરથી આગળ સાંકડી શેરીમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સુનિલ કિશોરભાઈ રોલીયા (ઉ.વ.30), ડાયાભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયા (ઉ.વ.42), મહેશભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.47), વીમલ જીવાભાઈ મકવાણા (ઉ.વ.32), નરશીભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.45), દિનેશભાઈ ભરતભાઈ પરમાર (ઉ.વ.39) અને અજયભાઈ નારણભાઈ મકવાણા (ઉ.વ.30) ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.