Jamnagar
જામનગર નજીક દરેડમાંથી 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા : રૂ.6,730 રોકડ સાથે એક પુરુષ અને પાંચ મહિલાઓ પકડાયા
By GS Team
2 Oct 20261 min read
જામનગરના દરેડ ગામમાં ગોકુલધામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પંચ બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. 1 ઓક્ટોબરની સાંજે પાડવામાં આવેલા દરોડામાં સંજય મકવાણા સહિત કુલ 6 શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 6,730 રોકડ અને ગંજીપત્તાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરના દરેડ ગામમાં ગોકુલધામ સોસાયટી શેરી નં.4માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પંચ બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. તા.1 ઓક્ટોબરના સાંજે પાડવામાં આવેલા દરોડામાં સંજય હેમતભાઈ મકવાણા, જસુબેન મહેન્દ્રભાઈ ચાંદ્રા, આશાબેન કલ્પેશભાઈ ખોળદીયા, જોશનાબા ગંભીર સિંહ જાડેજા, પૂજાબા રાજેન્દ્રસિંહ ગોહિલ અને ભારતીબેન દિલીપભાઈ પાણખાણીયા મળી કુલ છ શખ્સો ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.6,730 રોકડ અને ગંજીપત્તાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરી હતી.