Gujarat

જામનગર જિલ્લામાં લોકડાઉન ભંગની વધુ 27 ફરિયાદ: 46ની અટકાયત: 222 વાહન ડિટેઇન

By GS Team
15 May 20202 mins read
This article was originally published on 15 May 2020
જામનગર જિલ્લામાં લોકડાઉન ભંગની વધુ 27 ફરિયાદ: 46ની અટકાયત: 222 વાહન ડિટેઇન

જામનગર, તા.15 મે 2020, શુક્રવાર

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે, જેના 52માં દિવસે વધુ 27 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. અને 46 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. બાવન દિવસ દરમિયાન કુલ 2,051 ગુના દાખલ કર્યા છે, જે પૈકી 1,568 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે વધુ 222 વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.

જામનગરમાં જાહેરનામાનો ભંગ કરીને દુકાન ખોલનારા કાપડના અને બુટ-ચપ્પલના વેપારી અને કટલેરીના વેપારી સામે ગુનો દાખલ કરાયો છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં આવનારા 9 રેકડી ચાલકો સામે પણ ગુનો દાખલ કરાયો છે.

જામનગરના પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ડબલ સવારીમાં બાઇક પર નીકળેલા લોકો તેમજ વિના કારણે ઘરમાંથી નીકળેલા લોકો સામે દંડકીય કાર્યવાહી કરી હતી. અને 222 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોક ડાઉનનો ભંગ કરનારા લોકો સામે 27 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 46 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉનના 52 દિવસના સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં 2,051 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જે પૈકી 1,568 લોકોની અટકાયત પણ કરી લેવાઈ છે. ગઈકાલે લોક ડાઉનનો ભંગ કરીને પોતાની દુકાન ખુલ્લી રાખનારા બુટ- ચપ્પલ અને કાપડના વેપારી તેમજ કટલેરીના માલસામાનના વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જયારે સોશિયલ ડિસ્ટનસ નહીં જાળવનારા અને વધુ સમય દુકાન ખુલ્લી રાખનારા 4 વેપારીઓ સામે અને 9 રેકડી ચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તમામ સામે ગુનો દાખલ કરાયા છે. ડ્રોન કેમેરાની મદદથી ઘરની બહાર નીકળેલા 16 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.