Get The App

જામનગરના નંદનવન સોસાયટી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Oct 30th, 2021


Google NewsGoogle News
જામનગરના નંદનવન સોસાયટી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


- વહેલી સવારે દોડવા જવા માટે તેનો ભાઈ મૂકવા નહીં આવતાં માઠું લાગવાથી ગળાફાંસો ખાઇ જીવ દીધો

જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર 

જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. વહેલી સવારે દોડવા જવા માટે ભાઈએ મૂકવા આવવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નંદનવન સોસાયટી શેરી નંબર-૨ નજીક મારવાડાવાસની સામે રહેતી બંસીબા ભરતસિંહ પિંગળ નામની 22 વર્ષની અપરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પિતા ભરતસિંહ પથુભા પીંગળએ પોલીસને જાણ કરતાં સીટીએ ડીવીઝન પોલીસે મૃતદેહના કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકને ગ્રાઉન્ડ દોડવા જવા માટે વહેલી સવારે ભાઈએ મુકવા આવવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હતું. જેના કારણે પોતે જીવ દઇ દીધો હોવાનું જાહેર થયું છે. જે સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News