જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ હેઠળ એક જ દિવસમાં 10 વરલી મટકાના ગુનાઓ નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં ચાલતા વરલી મટકાના નશીબ આધારિત જુગાર સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન તા.30 જૂન, 2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં એક જ દિવસમાં કુલ 10 વરલી મટકાના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી 10 આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન ધરાનગર, લાલપુરના અનીલ ગોરાભાઈ મકવાણા પાસેથી રૂ.120, મહેશ્વરીનગર, જામનગરના જેઠાભાઈ નારણભાઈ મકવાણા પાસેથી રૂ.560, દરેડના ક્રિસાંગ રમેશભાઈ ભાણવડિયા પાસેથી રૂ.480, પવનચક્કી વિસ્તારના નિરવભાઈ પ્રકાશભાઈ નંદા પાસેથી રૂ.950, બેડીના રમજાન હનીફ જેડા પાસેથી રૂ.830, લીમડા ચોક, જામજોધપુરના ભાવેશગિરી પ્રતાપગિરી ગોસ્વામી પાસેથી રૂ.100, પાટણ ગામના શૈલેષભાઈ ઉકાભાઈ પરમાર પાસેથી રૂ.110, પડાણા ગામના હરેશભાઈ ઉર્ફે કારો નારણભાઈ મકવાણા પાસેથી રૂ.340 તેમજ સુભાષ શાકમાર્કેટ, જામનગરના પ્રફુલભાઈ ભીમજીભાઈ સોઢા પાસેથી રૂ. 150 રોકડા ઉપરાંત વરલી મટકાના જુગારના સામાન કબ્જે કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓ તથા નશીબ આધારિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ વધુ કડક અને સતત કાર્યવાહી કરવામાં આવશે.




