Get The App

ઝકરબર્ગની મેટાએ નવું એઆઈ મોડલ 'મ્યૂઝ સ્પાર્ક' લોન્ચ કર્યું

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ઝકરબર્ગની મેટાએ નવું એઆઈ મોડલ 'મ્યૂઝ સ્પાર્ક' લોન્ચ કર્યું 1 - image

- મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા તૈયાર કરાયું

- થોડા સમયમાં ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરમાં એઆઈ આસિસ્ટન્ટ તરીકે જોવા મળશે 

- અબજો ડોલરના ખર્ચે તૈયાર થયેલ મોડલને ચેટજીપીટીને ટક્કર આપવા માટે તૈયાર કરાયું છે 

કેલિફોર્નિયા : માર્ક ઝકરબર્ગના મેટા પ્લેટફોર્મ્સે નવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ મ્યૂઝ સ્પાર્ક લોન્ચ કર્યું છે. આ નવા મોડલને નવી ટીમ મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટીમનું નેતૃત્વ એઆઈ એક્સપર્ટ એલેક્ઝાન્ડર વેંગ કરી રહ્યાં છે. જેમને ટીમમાં લાવવા માટે કંપનીએ અબજો ડોલરનું રોકાણ કર્યું હતું. 

રિપોર્ટ મુજબ, મ્યૂઝ સ્પાર્ક હવે મેટા પ્લેટફોર્મ્સના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરમાં એઆઈ આસિસ્ટન્ટ તરીકે જોવા મળશે. આ પહેલા મેટાના લામા મોડલ્સ ઓપન-સોર્સ હતા. જ્યારે, મ્યૂઝ સ્પાર્ક એક ક્લોઝડ મોડલ છે. જે સાબિત કરે છે કે, કંપની પોતાની એઆઈ ટેકનોલોજી પર વધુ નિયંત્રણ રાખવા માંગે છે. 

આ મોડલ ટેક્સ્ટ અને ઈમેજ બંને સમજવા સક્ષમ છે. તે વિજ્ઞાાન, ગણિત અને સ્વાસ્થ્ય જેવા વિષયોના પ્રશ્નોનો જવાબ આપી શકે છે . તે એક સાથે અનેક એઆઈ એજન્ટ્સ દ્વારા કામ કરી શકે છે . તે સાઈઝમાં નાનું હોવા છતાં ઝડપથી કામ કરે છે  મેટા હવે પર્સનલ સુપરઇન્ટેલિજન્સ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ એઆઈ લોકોને રોજિંદા જીવનમાં મદદ કરશે. તે માહિતી આપવાની સાથે નિર્ણય લેવામાં મદદ કરીને કામ સરળ કરે છે. કંપની હવે એઆઈથી કમાણી કેવી રીતે કરવી તે પણ શોધી રહી છે એટલે તેમાં, શોપિંગ ફીચર્સ ઉમેરવામાં આવશે અને સમય જતા તેનું પેઈડ વર્ઝન બહાર પાડવામાં આવશે.