World

ભારત સહિત ચાર દેશો પર 100% ટેરિફની ધમકીની ઝેલેન્સ્કીએ ભારોભાર પ્રશંસા કરી

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની હાજરીમાં અમેરિકી સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદતું વિધેયક બહુમતીથી પસાર કર્યું. સ્વર્ગસ્થ સેનેટર વિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરાયેલ આ વિધેયક પર મતદાન સમયે ઝેલેન્સ્કી સેનેટની વિઝિટર્સ ગેલેરીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક ઘટનામાં ટ્રમ્પે રશિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી 4 દેશોને 100% ટેરિફની ધમકી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સહિત ચાર દેશો પર 100% ટેરિફની ધમકીની ઝેલેન્સ્કીએ ભારોભાર પ્રશંસા કરી
  • રશિયા પર પ્રતિબંધો મૂકતું વિધેયક સેનેટમાં પસાર
  • સ્વર્ગસ્થ સેનેટર વિન્ડસે ગ્રેહામે આ વિધેયક તૈયાર કર્યું : તે પર મતદાન થયું ત્યારે યુક્રેનના પ્રમુખ સેનેટની વિઝિટર્સ ગેલેરીમાં બેઠા હતા

વૉશિંગ્ટન : યુક્રેનના પ્રમુખ વોલોદોમીર જેલેન્સ્કી આજકાલ અમેરિકાના પ્રવાસે છે. યુક્રેન ઉપર હુમલા કરવા માટે રશિયા ઉપર સખતમાંથી સખત પ્રતિબંધો મુક્તું વિધેયક ગઇકાલે સેનેટમાં બહુમતીથી પસાર થઇ ગયું. તે ઉપર પ્રમુખની સહી પણ થઇ જશે તે નિશ્ચિત છે. આ વિધેયક ઉપર સેનેટમાં મતદાન થયું હતું ત્યારે યુક્રેનના પ્રમુખ સેનેટની વિઝિટર્સ ગેલેરીમાં બેઠા હતા. વિશ્લેષકો કહે છે કે માત્ર અમેરિકા જ નહીં વિશ્વ ઇતિહાસમાં આવી પહેલી ઘટના હશે કે જ્યારે એક દેશના પ્રમુખ કોઈપણ દેશની સંસદમાં મતદાન સમયે હાજર રહ્યા હોય.
રશિયા ઉપર પ્રતિબંધો મુક્તું વિધેયક ભારે મોટી બહુમતીથી પસાર થયાને માત્ર થોડા જ સમયમાં ઝેલેન્સ્કી કેપીટોલ હીલ પહોંચી ગયા હતા અને સેનેટની વિઝિટર્સ ગેલેરીમાં સ્થાન લઈ લીધું હતું.
રશિયા ઉપર તો ટ્રમ્પે ટેરિફ નાખ્યો જ હતો પરંતુ હવે તો તેણે સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે સાથે રશિયા પાસેથી ભારત સહિતના ૪ દેશો ઉપર પણ ૧૦૦ ટકા ટેરીફ આપવાની ધમકી પણ તેમણે આપી છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પ્રમુખ ટ્રમ્પના આ નિર્ણયની ભારોભાર પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે રશિયા ઉપર કઠોરમાં કઠોર પ્રતિબંધો મુક્તું વિધેયક વિન્ડસે ગ્રેહામે તૈયાર કર્યું હતું. પરંતુ તેઓ તો હવે સ્વર્ગસ્થ થઇ ગયા છે.