World

વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'

By GS Team
27 Apr 20262 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે દુનિયાના દરેક દેશમાં ગામડાં અને શહેરો બંને જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ગામડું નથી? આ દેશ છે સિંગાપોર. સિંગાપોર સંપૂર્ણપણે શહેરીકૃત રાષ્ટ્ર છે અને તેની સમગ્ર વસ્તી શહેરોમાં વસે છે. અહીં જમીનનો લગભગ દરેક હિસ્સો વિકસિત હોવાથી તેને 'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આજે સિંગાપોરમાં ગામડાં જેવો કોઈ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ આ દેશ હંમેશા આવો નહોતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
(IMAGE - WIKIPEDIA)

World's First No Village Country: સામાન્ય રીતે દુનિયાના દરેક દેશમાં ગામડાં અને શહેરો બંને જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ગામડું નથી? આ દેશ છે સિંગાપોર. સિંગાપોર સંપૂર્ણપણે શહેરીકૃત રાષ્ટ્ર છે અને તેની સમગ્ર વસ્તી શહેરોમાં વસે છે. અહીં જમીનનો લગભગ દરેક હિસ્સો વિકસિત હોવાથી તેને 'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આજે સિંગાપોરમાં ગામડાં જેવો કોઈ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ આ દેશ હંમેશા આવો નહોતો.

ભૂતકાળમાં અહીં પણ હતા ગામડાં

સિંગાપોરના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે પહેલા અહીં પણ નાના-નાના ગામડાંઓ હતા. આ વસાહતો મુખ્યત્વે માછીમારો અને વેપારીઓની હતી. 19મી સદીમાં જ્યારે સિંગાપોર બ્રિટિશ શાસન હેઠળ વેપારી કેન્દ્ર બન્યું, ત્યારથી તેનો વિકાસ ઝડપથી શરૂ થયો. તેની ખાસ ભૌગોલિક સ્થિતિને કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટેનું મુખ્ય મથક બની ગયું. 1970ના દાયકા સુધી સિંગાપોરમાં 200થી વધુ ગામડાઓ હતા, જેને સ્થાનિક ભાષામાં 'કંપોંગ' કહેવામાં આવતા હતા. આ ગામડાઓમાં લાકડાના મકાનો, કાચા રસ્તાઓ અને ખેતી પર નિર્ભર પરંપરાગત જીવનશૈલી જોવા મળતી હતી.

ઝડપી શહેરીકરણ પાછળનું મુખ્ય કારણ

સિંગાપોરના આ પરિવર્તનમાં તેની ભૌગોલિક સ્થિતિએ મોટી ભૂમિકા ભજવી છે. દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પાસે હોવાને કારણે અહીં જહાજોની સતત અવરજવર રહેતી હતી. આનાથી વેપાર વધ્યો અને વિદેશી કંપનીઓ સિંગાપોર તરફ આકર્ષાઈ, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થઈ. આ આર્થિક વિકાસે ગામડાંઓને શહેરોમાં બદલવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી. 1980ના દાયકા સુધીમાં આ તમામ જૂના ગામડાંઓ આધુનિક શહેરોમાં ફેરવાઈ ગયા હતા.

આ પણ વાંચો: ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું

જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ અને આધુનિક આયોજન

સિંગાપોર પાસે જમીન ઘણી મર્યાદિત છે, તેથી સરકાર પાસે જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ મર્યાદાને કારણે અહીં ઊંચી ઇમારત, મોટા કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી. ગામડાંઓની જગ્યાએ રહેણાંક ટાઉનશિપ અને ઔદ્યોગિક વિસ્તારો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. આજે સિંગાપોર દુનિયાના સૌથી વિકસિત દેશોમાં ગણાય છે, જ્યાં ગામડાંના અવશેષો પણ જોવા મળતા નથી, માત્ર ગગનચુંબી ઇમારતો અને આધુનિકતાનો જ નજારો જોવા મળે છે.