World

ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું

By GS Team
27 Apr 20262 mins read
TukuTouch Logo
વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંના એક ઈરાન માટે અત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું તેલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, તેલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું

Iran Oil Storage Crisis 2026: વિશ્વના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક દેશોમાંના એક ઈરાન માટે અત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું ઓઇલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, ઓઇલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી.

ઈરાનની આર્થિક નસ હવે જોખમમાં

ઈરાનનું 90%થી વધુ ઓઇલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઇલૅન્ડ પરથી થાય છે. અહીં 30 મિલિયન બેરલ ઓઇલ સંગ્રહ કરવાની ક્ષમતા છે, પરંતુ અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જે રીતે નાકાબંધી કરી છે, તેનાથી ઈરાનનો નિકાસ માર્ગ રૂંધાઈ ગયો છે.

30 વર્ષ જૂના જહાજ નાશાનો પુનર્જન્મ

ઓઇલનો સંગ્રહ કરવા માટે જગ્યા ખૂટી પડતાં ઈરાને હવે તેના 30 વર્ષ જૂના વિશાળ ટેન્કર નાશાને ફરીથી સક્રિય કર્યું છે. આ જહાજ વર્ષોથી ખાલી અને નકામું પડ્યું હતું. હવે તેનો ઉપયોગ ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે કરવામાં આવશે. આ પગલું દર્શાવે છે કે ઈરાનની ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે કેટલી હદે દબાણ હેઠળ છે.

આ પણ વાંચો : 8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

માત્ર 12 દિવસનો સમય ટિક-ટિક શરૂ!

મેરીટાઇમ એનાલિસ્ટ્સના મતે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પાસે હવે માત્ર 13 મિલિયન બેરલ ઓઇલ સંગ્રહવાની જગ્યા બાકી છે. રોજનું 10થી 11 લાખ બેરલ ઓઇલ સતત આવી રહ્યું છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો આગામી 12થી 13 દિવસમાં ઈરાનના તમામ સ્ટોરેજ ટેન્ક ફૂલ થઈ જશે.

શા માટે ઈરાન ઓઇલ કાઢવાનું બંધ નથી કરી શકતું?

ઘણાને પ્રશ્ન થાય કે જો સ્ટોરેજ નથી તો ઉત્પાદન કેમ બંધ નથી કરાતું? તેની પાછળ એક મોટું ટેકનિકલ કારણ છે કે  જો ઓઇલના કૂવાઓ અચાનક બંધ કરવામાં આવે, તો તેને કાયમી નુકસાન થઈ શકે છે. ઈરાનના ઓઇલના કૂવાઓને ચાલુ રાખવા માટે સતત ઓપરેશન જરૂરી છે. જો તે બંધ થાય તો ભવિષ્યમાં ત્યાંથી ઓઇલ કાઢવું અશક્ય બની શકે છે. 

ઈરાન સામેની બેવડી તલવાર

જો સ્ટોરેજ ક્ષમતા પૂરી થઈ જાય તો ઈરાન પાસે બે જ રસ્તા બચશે. એક તો ઓઇલનું ઉત્પાદન ઘટાડવું, જે આર્થિક રીતે દેશને તોડી નાખશે. બીજું કે કૂવાઓ બંધ કરીને લાંબાગાળાનું જોખમ લેવું. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ ચેતવણી આપી છે કે ઈરાન તેની મર્યાદાના અંતિમ છેડે છે. સેટેલાઇટ ઈમેજરી મુજબ ખાર્ગ આઇલૅન્ડ પર ટેન્કરો લોડ તો થઈ રહ્યા છે, પણ નાકાબંધીને કારણે તે આગળ વધી શકતા નથી. ઈરાન અત્યારે નાશા જેવા જૂના જહાજો દ્વારા સમય ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જો અમેરિકાની નાકાબંધી હળવી નહીં થાય, તો ઈરાનનું અર્થતંત્ર ઓઇલના આ ભાર નીચે જ દબાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.