World

રશિયા નાટો દેશો પર હુમલો કરશે ? મેક્રોંએ આપેલી ચેતવણી : યુરોપ સંભવિત યુદ્ધ માટે તૈયાર

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
પેરિસમાં ફ્રાંસના પ્રમુખ મેક્રોંએ રશિયા દ્વારા યુરોપ સામે ઊભી થયેલી સંભવિત સુરક્ષા કટોકટી અંગે ચેતવણી આપી છે. રશિયાના ડ્રોન, મિસાઈલ હુમલા, સાયબર એટેકથી યુરોપના દેશો ચિંતિત છે. પોલેન્ડ અને જર્મની સહિતના દેશો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. જોકે, પુતિને યુરોપ પર હુમલાનો ઈરાદો ન હોવાનું જણાવી સહકારની વાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા નાટો દેશો પર હુમલો કરશે ? મેક્રોંએ આપેલી ચેતવણી : યુરોપ સંભવિત યુદ્ધ માટે તૈયાર

પેરિસ : રશિયા તરફથી ઊભી થનારી સંભવિત ભીતિને લીધે, વ્યાપક સલામતી કટોકટી યુરોપમાં ઉપસ્થિત થઈ છે. બીજી તરફ પુતિને તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુરોપ ઉપર આક્રમણ કરવાનો કોઈ ઇરાદો નથી. છતાં ડ્રોન અને મિસાઈલ હુમલા, સેબોટેજ અને સાયબર એટેક્સ તો અવિરત રહ્યા છે. પરિણામે યુરોપ સંભવિત યુદ્ધ માટે તૈયાર બની રહ્યું છે.
ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોંએ ૧૮ મી સપ્ટેમ્બરે ચેતવણી ઉચ્ચારી હતી કે રશિયા આડકતરી રીતે યુરોપ સામે ભીતિ ઊભી કરી રહ્યું છે. તેથી યુરોપ અને વિશેષત: ફ્રાંસ સામે સંકર-ભીતિ ઉપસ્થિત થઈ છે.
આ સાથે મેક્રોંએ કહ્યું હતું કે, અત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંવેદનશીલ સંરક્ષણ મથકોને, સઁભવિત ડ્રોન અને સાયબર એટેકથી બચાવવા પ્રયત્નો કરી રહ્યું છે.
પોલેન્ડના વડાપ્રધાન ડૉનાલ્ડ ટસ્કે પણ ચેતવણી ઊચ્ચારી હતી કે, રશિયા, યુક્રેનને સમર્થન આપનારા દેશો ઉપર ડ્રોન કે મિસાઈલ હુમલાઓ કરે તે સંભવિત છે. તેમાં પોલેન્ડ સહિતના નાટો, દેશો તે આવરી લઈ શકે તેમ છે. આકસ્મિક રીતે પણ જો આવું બને તો તે નાટો દેશોની સામુહિક-સંરક્ષણ-પ્રતિબદ્ધતા માટેનું પરીક્ષણ બની રહેશે.
યુરોપના દેશો કહે છે કે, તેઓની આકાશી સીમાનું વારંવાર થતું ઉલ્લંઘન, શંકાસ્પદ સેબોટેજ અને અન્ય કાર્યવાહીઓ ચાલે છે તેના કર્તા રશિયા હોવાનું સભવિત છે. અધિકારીઓ તેને હાઈબ્રીડ-કેમ્પેઈન (સંકર-યુદ્ધ) તરીકે જ જણાવે છે. તેમાં સાઈબર એટેક્સ, સેબોટેજ, ડીસ-ઇન્ફેર્મેશન (વિકૃત-માહિતીઓ) અને પોલિટિક્સ ઇન્ટર-ફીયરન્સ (રાજકીય દખલગીરી) સમાવિષ્ટ છે.
જર્મનીએ પણ સંભવિત મહા-સંગ્રામ માટે તૈયારીઓ શરૂ કરી છે. તેણે સૌથી પહેલાં નાગરિકોને માટે આરોગ્ય સેવાઓ સાબદી કરી છે. ફીનલેન્ડે ડ્રોન હુમલા તથા એર-રેઈડ માટે તૈયારીઓ હાથ ધરી છે. લેટવિયાએ તેની પૂર્વ સીમા પર સલામતી મજબૂત કરી છે, સાથે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન શક્તિ વધારી છે.
યુ.કે.એ પણ નાગરિકોને, કટોકટી સમય માટે અનિવાર્ય ઘરગથ્થુ પૂરવઠો રાખવા જણાવી દીધું છે. બીજી તરફ રશિયન સમવાયતંત્રના પ્રમુખ પુતિને સપ્ટેમ્બર ૧૯ મીએ જ આવા દાવાઓ ફગાવી દેતાં કહ્યું છે કે, રશિયાનો, યુરોપ કે યુરોપના દેશો ઉપર આક્રમણ કરવાનો કોઈ ઇરાદો જ નથી. રશિયા તેના યુરોપીય પાડોશીઓ સાથે સહકાર ભર્યા સંબંધો સ્થાપવા આતુર છે. આ સાથે તેઓએ યુરોપીય દેશોની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ બાલ્ટિક-સમુદ્રમાં ચાલી રહેલી યુદ્ધ કવાયતો યોગ્ય ઠરાવવા આમ કરી રહ્યા છે. આ સાથે પુતિને તેવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે આમ છતાં અનિવાર્ય લાગશે તો રશિયા તેનો બરોબરનો જવાબ આપશે.