World

અમેરિકાને જબરજસ્ત ફટકો મારીશું : શાંતિ-યોજનામાં પડેલી મડાગાંઠ પછી અમેરિકાને ઇરાનની ખુલ્લી ચેતવણી

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના સંભવિત હુમલાની આશંકા વચ્ચે ઈરાનના સૈન્ય પ્રવક્તા મોહમ્મદ અક્રામિનિયાએ યુદ્ધ માટે તૈયાર હોવાની ઘોષણા કરી છે. ટ્રમ્પે હોર્મુઝ-સ્ટ્રેઈટ્સ ખોલવા ઈરાનની 7 શરતો અને 7 દિવસના યુદ્ધવિરામની દરખાસ્ત ફગાવ્યા બાદ આ હુંકાર કર્યો છે. ઈરાને અમેરિકાને જબરજસ્ત ફટકો મારવાની ધમકી આપી છે, જ્યારે વિદેશમંત્રીએ મંત્રણાથી ઉકેલ પર ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાને જબરજસ્ત ફટકો મારીશું : શાંતિ-યોજનામાં પડેલી મડાગાંઠ પછી અમેરિકાને ઇરાનની ખુલ્લી ચેતવણી

તહેરાન : અમેરિકા ગમે ત્યારે ઇરાન ઉપર ફરીથી હુમલા શરૂ કરે તેવી આશંકા વચ્ચે ઇરાનનાં સૈન્યના પ્રવક્તા મોહમ્મદ અક્રામિનિયાએ એમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે દેશ (ઇરાન) યુદ્ધ માટે તૈયાર જ છે. અને જો યુદ્ધ થશે તો અમેરિકાને અમે જબરજસ્ત ફટકો મારીશું. ઇરાનનાં સત્તાવાર પ્રસાર માધ્યમોએ જણાવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ-સ્ટ્રેઈટ્સ ફરી ખોલવા માટે ઇરાને મુકેલી સાત શર્તો અને સાત દિવસના યુદ્ધવિરામની દરખાસ્તને ફગાવી દીધા પછી ઇરાનનાં સૈન્યે આ હુંકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે શનિવારે ઇરાને પાઠવેલી શાંતિ માટેની સાત શરતો અને સાત દિવસના યુદ્ધ વિરામની મુકેલી શરત પણ ટ્રમ્પે ફગાવી દીધા પછી ઇરાન ઝનૂને ચડયું છે. આ દરખાસ્તો ફગાવી દેતાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓએ દસખાસ્ત તો મુકી હતી પરંતુ મેં તે ફગાવી દીધી છે. તેઓ સમજૂતી સાધવા માગે છે અને હોર્મુઝ ખોલવા પણ માગે છે. અને તે પણ તત્કાળ ખોલવા માગે છે. કારણ કે તેઓ ઘણી ખરાબ રીતે હારી રહ્યા છે.
ટ્રમ્પના આવા કઠોર શબ્દ પ્રહારો છતાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘાયીએ કહ્યુ ંહતું કે પ્રમુખ ટ્રમ્પે થોડી સારી વાત કરી છે. પરંતુ વધારે તો કઠોર વાતો જ કરી છે. જે કમનસીબે આપણે સાંભળી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે આ મડાગાંઠનો ઉકેલ મંત્રણાથી જ આવી શકે. પરંતુ જો શાંતિ-મંત્રણા પડી ભાંગશે તો અમે અમેરિકાને જોરદાર ફટકો મારીશું. સાથે તેમણે ફરી કહ્યું હતું કે એ સાત શર્તો પૈકી સૌથી પહેલી શર્ત તો ઇરાન ફરતી કરેલી ઘેરાબંધી અમેરિકાએ ઊઠાવી લેવી તે છે, મહત્વની શર્ત તેની મિલકતો છૂટી કરવાની છે. જે અમેરિકાના કહેવાથી દબાણ રખાય છે. તેમ બ્લુમબર્ગ માહિતીગાર તત્વોને ટાંકતા જણાવે છે.