World

અમેરિકા પોતાના સૌથી મોટા દુશ્મનના હાથમાં સૌથી ખતરનાક શસ્ત્રો આપશે ?

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ગત સપ્તાહે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે શી-જીનપિંગની મહેમાનગતિ કરતા ચીનને શસ્ત્રો વેચવાની ઓફર કરી હતી. ચીન સ્થિત અમેરિકી રાજદૂત ડેવીડ પરડયુએ રવિવાર, 27મી સપ્ટેમ્બરે આ ઘટસ્ફોટ કર્યો. આ ઓફર અમેરિકાના કાનૂન વિરુદ્ધ હોવાનું સ્પષ્ટ છે, કારણ કે અમેરિકી કાયદા ચીનને શસ્ત્રો વેચવા પર પ્રતિબંધ મૂકે છે. વ્હાઇટ હાઉસે ચીનને શસ્ત્રો વેચવાની યોજના ન હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા પોતાના સૌથી મોટા દુશ્મનના હાથમાં સૌથી ખતરનાક શસ્ત્રો આપશે ?
  • શી-જીનપિંગના કહેવાથી ટ્રમ્પે તાઇવાનને 14 અબજ ડોલરનાં શસ્ત્રો વેચવાના પેકેજ ઉપર પ્રતિબંધ મુક્યો : બીજી તરફ ચીનને તે માટે દરખાસ્ત કરી ?

નવી દિલ્હી : ગત સપ્તાહે ચીનના પ્રમુખ અમેરિકા ગયા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શી-જીનપિંગની મહેમાનગતિ કરતા ચીનને અમેરિકાના શસ્ત્રો વેચવાની ઓફર કરી હતી, તેમ ચીન સ્થિત અમેરિકી રાજદૂત ડેવીડ પરડયુએ રવિવાર ૨૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું.
ઉલ્લેખનીય તો તે છે કે ટ્રમ્પે તે ઓફર અમેરિકાના કાનુન વિરુદ્ધ કરી હોવાનું સ્પષ્ટ છે. કારણ કે અમેરિકાના કાનૂનો જ કહે છે કે ચીનને શસ્ત્રો વેચી ન શકાય.
મુળ મુદ્દો તે છે કે ડેવિડ પરડયુએ રવિવારે ફોકસ ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ સતત કહેતા આવ્યા છે કે અમે દુનિયાભરના લોકોને શસ્ત્રો વેચીએ છીએ, તેથી મેં પ્રમુખ શી ને પૂછયું કે તમો શસ્ત્ર ખરીદવા માંગો છો ? (આનો શી એ શો જવાબ આપ્યો તે જાણી શકાયું નથી, પરંતુ) જીયો-પોલિટિકસની દ્રષ્ટિએ આ બહુ મોટી વાત છે. આ તાઇવાન અંગેની અમેરિકાની નીતિમાં આમૂલ પરિવર્તન દેખાડે છે.
ડેવીડ પરડયુના ઇન્ટરવ્યુએ અમેરિકામાં હડકંપ મચાવી દીધો છે. આથી વ્હાઇટ હાઉસે કહ્યું કે, ચીનને શસ્ત્રો વેચવાની કોઇ યોજના જ નથી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટત: જણાવ્યું કે, અમેરિકાનો કાનૂન જ ચીનને શસ્ત્રો વેચવા ઉપર પ્રતિબંધ મુકે છે. તેથી ચીનને શસ્ત્રો વેચવાનો કોઇ પ્રસ્તાવ નથી. વાસ્તવમાં અમેરિકી કાનૂન અને આર્મ્સ એમ્બોર્ગો સીધી રીતે ચીનને શસ્ત્રો વેચવા ઉપર પ્રતિબંધ મુકે છે. તિયાન-એ-સ્કવેરમાં ૧૯૮૯માં થયેલા નરસંહાર પછી તો આ નિયમ વધુ સખત બનાવાયો છે.